બોરસદના કિંખલોડ ગામ પાસેથી પુરપાટ ઝડપે પસાર થઇ રહેલી રીક્ષા પલટી જતાં તેમાં સવાર મહિલા મુસાફરનું મોત નિપજ્યું હતું. આ અંગે ભાદરણ પોલીસે રીક્ષા ચાલક સામે ગુનો નોંધ્યો હતો. સાવલીના મોક્સી ઓડ ફળીયામાં રહેતા તેજલબહેન ગોવિંદભાઈ 2જી માર્ચના રોજ પાદરાના રાજુપુરા ગામે ફોઇ જશોદાબહેનના ઘરે જવારાનો સામાજીક પ્રસંગ હોવાથી તેમના પતિ ગોવિંદભાઈ સાથે રાજુપુરા ગામે ગયાં હતાં. જ્યાંથી તેઓ પિયર ગયાં હતાં અને તેમના પરિવારના કેટલાક સભ્યો સાથે ખેડાસાથી બીજા પણ સારા સંબંધીઓ રાજુપુરા ગામે આવ્યાં હતાં. જ્યાંથી બપોરના સુમારે જમણવારનો પ્રસંગ પુરો કરી માતાજીની બાધા કરવાની હોવાથી તેજલબહેન તેમના ભાઈની રીક્ષામાં કાકા, પિતરાઇ ભાઈ - બહેન સાથે ખેડાસા ગામ જવા નિકળ્યાં હતાં.
મહત્વનું છે કે આ સમયે રીક્ષાનું ડ્રાઇવીંગ તેજલબહેનનો ભાઈ મુકેશ કરતો હતો. સાંજના સુમારે તેઓ કિંખલોડથી પીપળી ગામ તરફ જવાના રસ્તા પર પુરપાટ ઝડપે રીક્ષા ચલાવતા વળાંક પર પલટી ગઈ હતી. જેના કારણે તેમાં સવાર પરિવારને ગંભીર ઇજા પોહંચી હતી. જેમાં પાયલબહેનને માથામાં ઇજા પહોંચતા સ્થળ પર જ મૃત્યું નિપજ્યું હતું. આ અંગે ભાદરણ પોલીસે રીક્ષા ચાલક સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.