તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ધરપકડ:જીટોડીયા પાસે વાહનો ચેકીંગ કરતો નકલી પોલીસ ઝડપાયો

આણંદ8 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • પોલીસે ગુનો નોંધી તેની ધરપકડ કરી કાર્યવાહી હાથ ધરી

આણંદ પોલીસ અધિક્ષકની કચેરીમાં નાયબ પોલીસ અધિક્ષક મુખ્ય મથક તરીકે ફરજ બજાવતા ડી.આર.પટેલ પેટ્રોલીંગમાં હતા ત્યારે આણંદ જીટોડીયા માર્ગ પર મહાવીર પાર્ક સોસાયટી પાસે એક શખ્સ હાથમાં પોલીસની લાઠી જેવી લાઠી લઈને રોડ ઉપરથી પસાર થતા મોટરસાયકલ ચાલકોને રોકીને પુછપરછ કરતો હતો.જેથી ડીવાયએસપી ડી.આર.પટેલે તપાસ કરતા તેની કાર પર પોલીસ લખેલ સાઈનબોર્ડ મુકેલું હતું.જેથી મોટરસાયકલ ચાલકોને રોકતા શખ્સની પુછપરછ કરતા તેણે પોતે સુરત ક્રાઈમ બ્રાન્ચ પોલીસ ડીપાર્ટમેન્ટના કર્મચારી તરીકે ઓળખ આપી પોતે બાતમીના આધારે વાહન ચેકીંગ કરતો હોવાનું જણાવ્યું હતું.

જેથી ડીવાયએસપીને તેની હીલચાલ પર શંકા જતા તેની પુછપરછ કરતા તેણે પોતાની ઓળખ શૈલેષભાઈ વાળંદ (રહે.) મહાદેવ ફળિયું કસ્બારા તા.તારાપુર તરીકે આપી હતી.જેથી તેની પાસે પોલીસ ઓળખ પત્રની માંગણી કરતા તે ગલ્લા તલ્લા કરવા લાગ્યો હતો.જેથી તેની પુછપરછ કરતા તેણે પોતે પોલીસ કર્મચારી ન હોવાનું જણાવ્યું હતું.તેની તપાસ કરતા તેના ખીસ્સામાંથી એક આઈફોન તથા અલગ અલગ એટીએમ કાર્ડ અને ડ્રાઈવીંગ લાયસન્સ મળી આવ્યા હતા.જેથી પોલીસે તેની ગુનો નોંધી તેની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી કરી હતી.

અન્ય સમાચારો પણ છે...