આ સમસ્યાનુ્ં નિવારણ ક્યારે?:સામરખા એક્સપ્રેસ હાઈવેનું નાળું પહોળું કરવા માંગ, બે વાહનો આમને સામને આવી જાય તે સમયે ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાય છે

આણંદ19 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • ગ્રામ પંચાયત દ્વારા સાંસદને કરાયેલી રજૂઆતમાં આંદોલનની ચિમકી પણ ઉચ્ચારી

આણંદ શહેર નજીકના સામરખા ગામે આવેલા એક્સપ્રેસ વેનું નાળું ખૂબ જ સાંકડું છે. તેમાંથી એક જ વાહન પસાર થઇ શકે તેમ હોવાથી ઘણી વખત બસ કે અન્ય ભારે વાહન નાળામાંથી પસાર થાય તે સમયે ટ્રાફિક જામ થાય છે. આ નાળું પહોળું કરવાં છેલ્લા બે દાયકાથી રજૂઆત કરવામાં આવે છે. આમ છતાં પગલાં ભરાતાં નથી. વધુ એક વખત ગ્રામ પંચાયત દ્વારા સાંસદને રજૂઆત કરી નાળું પહોળું કરવા માંગણી કરવામાં આવી છે.

ટ્રાફિકની સમસ્યા
આણંદના ભાલેજ રોડ સામરખા એક્સપ્રેસ હાઇવે નાળુ સાકડું હોવાને કારણે સામરખાના ગ્રામજનો તથા આણંદથી ભાલેજ, લીંગડા અને ડાકોર તરફથી આવતા રાહદારીઓને ટુ - વ્હીલર, ફોર વ્હીલર જેવા સાધનો અટવાઇ જાય છે. ખાસ કરીને નોકરિયાત તથા સ્કૂલે જતા વિદ્યાર્થીઓ અને ધંધાર્થીઓના આણંદ જવા - આવવાના સમયે સામરખા એક્સપ્રેસ હાઈવેનું સાકડું નાળું હોવાના કારણે ઘણી બધી મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે. ટ્રાફિકની સમસ્યા ઉભી થાય છે, ઝઘડા, મારામારી જેવી પરિસ્થિતિ પણ ઉભી થાય છે.

દર્દીઓને હાલાકી
આ માર્ગ રાજ્ય ધોરી માર્ગ આણંદ - ડાકોર - ગોધરાને જોડતો હોવાને કારણે વાહનોની અવર જવર વધારે હોવાથી ટ્રાફિક સમસ્યા રહે છે. નાળા નીચે એસટી બસ તથા 108 જેવી એમ્બ્યુલન્સ અને કાર, 2 વ્હીલર નાળાની અંદર આમને - સામને આવી જતા ભારે માત્રામાં ભીડ થાય છે. હાલમાં આ નાળામાંથી માત્ર એક જ ફોર વ્હીલર વાહન પસાર થઇ શકે તેમ છે. વિદ્યાર્થીઓને પરીક્ષાના સમયે આવી ટ્રાફિકની સમસ્યાને કારણે ઘણા વિદ્યાર્થીઓ પરીક્ષામાં મોડા પહોંચેલા હોવાના કારણે પરીક્ષા આપવાથી પણ ચુકી ગયાં છે. જેનાથી વિદ્યાર્થીઓના ભવિષ્યને ઘણું નુકશાન થયું છે. તેમ છતાં આ રોડ માટે સામરકા ગામના કેટલાક ખેડૂતોએ પોતાની જમીનનો ભાગ આપ્યો છે અને જમીન વિહોણા પણ થયા છે. આવા ખેડૂતોને જમીન ન હોવાના કારણે કામ - ધંધા માટે આણંદ શહેર તરફ જવાનું હોવાથી તથા 108 એમ્બ્યુલન્સમાં અને ખાનગી એમ્બ્યુલન્સમાં આવેલા દર્દીઓના ટ્રાફિક હોવાના કારણે જીવને જોખમ પણ થઇ શકે તેમ છે. ઘણી માતા - બહેનો ડિલિવરી સમયે પોતાનો જીવ પણ ગુમાવી ચુક્યા છે.

વિદ્યાર્થીઓનો સમય વેડફાય છે
મહત્વનું છે કે આ નાળાની નીચે ટ્રાફિકના સાધનોને રિવર્સ લેવા માટે ઝઘડા, મારામારી જેવા બનાવો બનતાં રહે છે. આવી ટ્રાફિક સમસ્યાનું હલ કરવા માટે એકથી બે કલાક જેટલો સમય પસાર થઇ જાય છે. તેને કારણે સવારે ગામડેથી શહેર તરફ જતા નોકરિયાત વ્યક્તિઓ, ધંધાદારીઓ અને વિદ્યાર્થીઓનો સમય વેડફાઇ જાય છે. જેથી કરી સામરખા એક્સપ્રેસ હાઈવેના નાળાની પહોળાઇ વધારવા માટે ગ્રામજનો તથા રાહદારીઓને પડતી અગવડતા અને મુશ્કેલીઓનો હલ ટુંક સમયમાં કરવામાં ન આવે તો ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલન અને ભૂખ હડતાલ કરવા માટે ગ્રામજનો સજજ છીએ.

સામરખાના ખેડૂતોએ કિંમતી જમીનોનો ભોગ આપ્યો
સામરખા પાસે જ્યારે એક્સપ્રેસ હાઈ-વે નિર્માણ થઇ રહ્યું હતું તેના માટે સામરખા ના ઘણ ખેડૂતોએ પોતાની કિંમતી જમીનોનો ભોગ આપ્યો અને જેતે વખતે હાઈન્વે પર નાળુ સાંથુ બનાવવામાં આવતા સ્થાનિક ગ્રામજનો સહિત ગણીઓ દ્વારા આંદોલન પણ કરવામાં આવ્યું હતું પરંતુ જે તે વખ કેન્દ્રમાં કોંગ્રેસની સરકાર હોવાને કારણે કોંગ્રેસ દ્વારા સામરખાના ખેડૂતોને સમસ્યાને ગણકારવામાં આવી નહોતી અને હાલમાં એક્સપ્રેસ-વે નિર્માણ માટે ભોગ આપનાર ખેડૂતોનો ભોગ લેવાઈ રહ્યો છે.આ માટે સામરખા સહિત તમામ આસપાસના લોકોની સમસ્યાનું સમાધાન માટે સંગઠન અને સાંસદ તેમજ જિલ્લા પંચાયત પ્રમુખ સહિત આગેવાનોના સંયુક્ત પ્રયાસ થકી પરિણામ લાવવામાં આવશે તેવી આશા જિલ્લા પંચાયત બાંધકામ સમિતિ ચેરમેન બળવંતસિંહ દ્વારા વ્યક્ત કરવામાં આવી હતી.

અન્ય સમાચારો પણ છે...