ફરિયાદ:ડાલીમાં ખેતરની વાડ સરખી કરવા બાબતે દલિત દંપતીને માર માર્યો

આણંદ12 દિવસ પહેલા
  • કૉપી લિંક

બોરસદ તાલુકાના ડાલી ગામે રોહિતવાસમાં રમણભાઈ ધનાભાઈ રોહિત રહે છે. ગત ત્રીજીએ ડાલી ચોકડી પાસે આવેલા તેમના ખેતરમાં તેઓ ગયા હતા. એ સમયે તેમની સાથે પત્ની હંસાબેન અને દિકરા રોનક પણ હતો. સાંજે સાડા ચાર વાગે શેઢા ઉપરના ઝાંડી ઝાંખરા નમેલા હોઈ તેઓ કાપીને સરખા કરતા હતા ત્યારે બાજુમાં ખેતરવાળા ભલાભાઈ ઉદેસિંહ પઢીયાર ત્યાં આવ્યા હતા અને આ વાડ તારા બાપની છે તે ઝાડ કાપે છે કહી ઝઘડો કર્યો હતો.

બંને વચ્ચેની બોલાચાલી ઉગ્ર સ્વરૂપમાં પરિણમી હતી. જેમાં ઉશ્કેરાયેલા ભલાભાઈ તેમજ તેમના પરિવારજનોએ જાતિવાચક શબ્દો બોલી રમણભાઈ તેમજ તેમના પરિવારને માર માર્યો હતો. બનાવ સંદર્ભે વિરસદ પોલીસે ભલાભાઈ ઉપરાંત તેમના ભાઈ જીલુ પરમાર, તથા તેમના બે દીકરા નાથા અને મુકેશ ઉર્ફે કાળા વિરૂદ્ધ મારામારી અને એટ્રોસીટીની કલમ હેઠળ ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...