તેલ અને ગેસ સંરક્ષણ ઝુંબેશ ઈન્ડિયન ઓઈલ કોર્પોરેશન લિ. ભારત પેટ્રોલિયમ કોર્પોરેશન લિ. હિન્દુસ્તાન પેટ્રોલિયમ કોર્પોરેશન લિ. અને ગેઈલ (ઈ) લિ. જેવી ઓઈલ કંપનીઓએ પીસીઆરએ (પેટ્રોલિયમ કન્ઝર્વેશન એન્ડ રિસર્ચ એસોસિએશન)નાં સહયોગમાં આજે આણંદનાં આર કે સાઈકલ સ્ટોરર્સથી જનતા બોરસદ ચોકડીથી ટાઉન હોલ થઈ aઆરકે સાઈકલ સ્ટોર સુધી સાયકલોથોનનું આયોજન કર્યું હતું. ઓઈલ કં૫નીઓનાં 250થી પણ વધુ સાયકલિસ્ટોને આણંદના ધારાસભ્ય મિતેષ પટેલે લીલી ઝંડી બતાવીને પ્રસ્થાન કરાવ્યું હતું.
આ પ્રસંગે સંબોધતા મિતેષ પટેલે જણાવ્યું હતું કે આપણા સંસાધનોને બચાવવા માટે ‘હરિત અને સ્વચ્છ ઉર્જા અપનાવો, આઝાદીનો અમૃત મહોત્સવ મનાવો’ પર આ૫ણે ધ્યાન આપવાની જરૂરિયાત છે. આ થીમના સંદર્ભમાં આજે અમે સાયકલોથોનનું આયોજન કર્યું હતું. તેમણે વધુમાં પેટ્રોલિયમ પ્રોડક્ટસના ડહાપણભર્યા વપરાશ, ભવિષ્યની પેઢી માટે સંરક્ષણ અને પર્યાવરણના જતનની મહત્તા પર ભાર મૂક્યો હતો.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.