તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો
Install AppAdsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
રાજયમાં સ્થાનિક સ્વરાજયની ચૂંટણી બાદ કોરોના સંક્રમણ બેકાબુ બન્યુ હતું.જેને કંટ્રોલ કરવા માટે હાઇકોર્ટ રાજય સરકારને ટકોર કરી હતી.ત્યારબાદ મંગળવાર સાંજે મુખ્યમંત્રી વિજય રૂપાણીએ કેન્દ્રીય મંત્રી અમિત શાહ અને વાયબ મુખ્યમંત્રી નિતીન પટેલસાથે ચર્ચા વિચારણા કરી હતી. જેમાં ચાર મહાનગરપાલિકા સહિત સંક્રમણ વધુ ધરાવતા નાના 20 શહેરોમાં 30મી એપ્રિલ સુધી રાત્રિના 8-00 વાગ્યા થી સવારના 6-00 વાગ્યા સુધી કર્ફયુ જાહેર કર્યુ છે.જેમાંઆણંદ અને નડીઆદ શહેરમાં રાત્રિ કર્ફયુ જાહેર કરવામાં આવ્યું છે.
આણંદ નડીઆદ શહેરમાં છેલ્લા 5 દિવસમાં 150 થી વધુ પોઝિટીવ કેસ નોંધાયા છે.જેને લઇને રાજય સરકાર દ્વારાકોરોનાની ચેઇન તોડવા માટે આ બંને શહેરોમાં રાત્રિ કર્ફયુ જાહેર કરવામાં આવ્યા છે.જેથી બુધવારથી દરરોજ રાત્રે ખાણીપીણી સહિતના તમામ વેપારધંધા બંધ રહેશે.તેમજ નગરજનોએ પણ રાત્રિના 8 વાગ્યાબાદ ઘરની બહાર ન નીકળવા જણાવ્યું છે.
આ ઉપરાંત રાજય સરકાર દ્વારા લગ્નપ્રસંગ માત્ર 100 વ્યકિત પરમીશન આપવામાં આવશે તેમજ દર શનિવારે 30મી એપ્રિલ સુધી કચેરી બંધ રાખવા જણાવ્યું છે. તેમજ રાજકીય તેમજ સામાજિક કાર્યક્રમો તથા મેળાવડા પર પણ પ્રતિબંધ, તમામ મોટા કાર્યક્રમો બંધ રાખવા નિર્ણય લીધો છે.
કરમસદમાં 5 દિવસ ખાણીપીણીનું બજાર બંધ
કરમસદ શહેરમાં છેલ્લા 15 દિવસ કોરોના પોઝિટીવ કેસ અને શંકાસ્પદ કેસ વધારો થઇ રહ્યો છે.તેને ધ્યાને લઇને કરમસદ નગરપાલિકાના પ્રમુખ નિલેશ પટેલે આગામી 5 દિવસ સુધી ખાણીપીણી લારીઓ બંધ રાખવાનો નિર્ણય લીધો છે. ખાણીપીણી બજારને કારણે ભીડ વધતી હોવાથી સંક્રમણ ઘટાડવા માટે આ નિર્ણય લેવામાં આવ્યો છે.આમ વિદ્યાનગર બાદ કરમસદ નગરપાલિકા દ્વારા ખાણીપીણીની લારીઓ બંધ કરવામાં આવી છે.
પોઝિટિવઃ- આ સમયે રોકાણ જેવા કોઇ આર્થિક ગતિવિધિમાં વ્યસ્તતા રહેશે. લાંબા સમયથી ચાલી રહેલી કોઇ ચિંતાથી પણ રાહત મળશે. ઘરના વડીલોનું માર્ગદર્શન તમારા માટે ખૂબ જ ફાયદાકારક તથા સુકૂન આપનાર રહેશે. નેગેટિવ...
Copyright © 2020-21 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.