કાર્યવાહી:તેલ કૌભાંડમાં મદદ કરનારા વેપારી સામે પણ ગુનો નોંધાશે

આણંદ23 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • પામોલિન અને અેસન્સ ભેળવી કપાસિયા- સીંગતેલનો વેપલો
  • તારાપુરની દુર્ગા એગ્રો ઈન્ડ.માંથી ડુપ્લીકેટ તેલનો જથ્થો ઝડપાયો હતો

તારાપુરના મોરજ રોડ સ્થિત ફેક્ટરીમાંથી બ્રાન્ડેડ તેલનાં નામે ભેળસેળવાળું પામોલિન તેલ બનાવતી ડુપ્લીકેટ ફેક્ટરીને તારાપુર પોલીસે બાતમીના આધારે ઝડપી પાડી હતી. જોકે,સમગ્ર બનાવમાં હાલમાં રિપોર્ટની રાહ જોવાઈ રહી છે. જોકે, સમગ્ર મામલે જો રિપોર્ટ પોઝિટીવ આવશે તો આગામી સમયમાં જે વેપારીઓએ તેમની પાસેથી ઓઈલ ખરીદ્યું છે અને તેમની પણ સંડોવણી હશે તો તેવા કિસ્સામાં તેમના વિરૂદ્ધ પણ ગુનો નોંધાશે. તારાપુર તાલુકાના મોરજ રોડ પર આવેલી દુર્ગા એગ્રો ઈન્ડસ્ટ્રીઝ નામે તારાપુરના અનાજ-કરીયાણા અને તેલના હોલસેલ વેપારી કૃણાલ રાઠીની ફેક્ટરીમાંથી પોલીસે દરોડો પાડીને પામોલિન તેલમાં ભેળસેળ કરતી ફેક્ટરી ઝડપી પાડી હતી.

દરમિયાન, ફૂડ વિભાગ દ્વારા તેના સેમ્પલ લેવામાં આવ્યા છે જે તપાસઅર્થે મોકલી આપ્યા છે. જોકે, આ સંદર્ભે વાત કરતા પીઆઈ એચ. આર બ્રહ્મભટ્ટે જણાવ્યું હતું કે, હાલમાં રિપોર્ટની રાહ જોવાઈ રહી છે. આ ઉપરાંત વેપારી પાસેથી જેમણે તેલ લીધું છે તેમના પણ નિવેદન લેવામાં આવશે. જો સમગ્ર હકીકત અંગેથી તેઓ વાકેફ હશે તો તેવા કિસ્સામાં તેમના વિરૂદ્ધ પણ મદદગારીમાં ગુનો નોંધવામાં આવશે.

અન્ય સમાચારો પણ છે...