તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

દુર્ઘટના:આણંદમાં રખડતી ગાયે વૃદ્ધને શીંગડે ભેરવતાં મોત નીપજ્યું

આણંદએક મહિનો પહેલા
  • કૉપી લિંક
પ્રતીકાત્મક તસ્વીર - Divya Bhaskar
પ્રતીકાત્મક તસ્વીર
  • ફરિયાદોના પગલે પાલિકા ટીમો હરકતમાં, એક ગાય પકડી

આણંદ શીખોડ તલાવડી પાસે આજે એક વૃદ્ધને રખડતી ગાયે હડફેટે લેતા શરીરે ગંભીર ઇજાઓ પહોંચાડી હતી. જેના પગલે આજુબાજુ વિસ્તારના રહીશો દોડી આવી ઇજા પામેલ વૃદ્ધને સારવાર માટે કરમસદ હોસ્પિટલમાં દાખલ કરાયા હતા. જો કે, સારવાર દરમ્યાન મોત નીપજ્યુ હતું. બીજી તરફ ફરિયાદોના પગલે પાલિકાની ટીમો હરકતમાં આવી એક ગાય પકડીને સંતોષ માન્યો હતો. આમ, આણંદ શહેરમાં રખડતી ગાયે વૃદ્ધનો જીવ લેતા શહેરીજનોને તંત્ર સામે ઉગ્ર રોષ ઠાલવ્યો હતો.

આણંદ શહેરના રહીશ રમેશભાઇ પ્રજાપતિએ જણાવેલ કે આણંદ શહેરમાં રખડતી ગાયોનો દિન પ્રતિદિન ત્રાસ વધી રહ્યો છે. જ્યારે શુક્રવારે બપોરે 4-30 કલાકે પ્રજાપતિ સોસા. પાસે નજીક આવેલ અને શીખોડ તલાવડી પાસેથી બાબુભાઇ એન. ગદાણી (ઉ.વ.76) પસાર થઇ રહ્યા હતા. આ સમયે રખડતી ગાયે એકાએક આંતક મચાવી બાબુભાઇને ગાયે શીંગડે ભેરવી હડફેટમાં લઇ ગંભીર ઇજાઓ પહોંચાડી હતી.

આ સમયે બાબુભાઇએ બચાવો..બચાવો.. બૂમાબૂમ કરી મૂકતા આજુબાજુ વિસ્તારના રહીશો લાકડીઓ લઇને દોડી આવ્યા હતા. આથી ગાય ભાગી જતાં બાબુભાઇને સારવાર માટે 108 બોલાવીને કરમસદ મેડીકલ ખાતે લઇ જવાયા હતા. જો કે, બાબુભાઇને વધુ ઇજાઓ થયેલ હોવાથી સારવાર દરમ્યાન રાત્રિના 7 કલાકે મોત નીપજ્યું હતું. આ બનાવના પગલે રહીશોએ તંત્ર સામે ઉગ્ર રોષ ઠાલવ્યો હતો.

અન્ય સમાચારો પણ છે...