• Gujarati News
  • Local
  • Gujarat
  • Anand
  • A Container Full Of Foreign Liquor Worth 34 Lakhs Was Caught In Petlad, Police Raided It While It Was Standing In A Hotel.

આણંદ LCBની કાર્યવાહી:પેટલાદમાં 34 લાખનો વિદેશી દારૂ ભરેલું કન્ટેનર પકડાયું, હોટલમાં ઉભું હતું તે દરમિયાન જ પોલીસ ત્રાટકી

આણંદ2 મહિનો પહેલા
  • કૉપી લિંક

આણંદ સ્થાનિક ગુના શોધક શાખાની ટીમે ધર્મજ - તારાપુર ધોરી માર્ગ પર રામોદડી પાટીયા નજીક આવેલી હોટલમાં પાર્ક કરેલા કન્ટેનરની તલાસી લીધી હતી. જેમાં 34.80 લાખનો વિદેશી દારૂ મળી આવ્યો હતો. આ અંગે પોલીસે બે શખસની ધરપકડ કરી કુલ 49.90 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો.

આણંદ લોકલ ક્રાઇમ બ્રાન્ચની ટીમ પેટ્રોલીંગમાં હતી તે દરમિયાન બાતમી મળી હતી કે, કન્ટેનર ટ્રકમાં વિદેશી દારૂનો જથ્થો જઇ રહ્યો છે. આ બાતમી આધારે એલસીબીએ તપાસ હાથ ધરી હતી. દરમિયાનમાં ધર્મજ - તારાપુર હાઈવે પર રામોદડી પાટીયા નજીક આશીર્વાદ હોટલના પાર્કીંગમાં પહોંચ્યાં હતાં. જ્યાં શંકાસ્પદ કન્ટેનર મળી આવ્યું હતું.

આ અંગે કન્ટેનર ચાલકને રોકી પુછતાં તે કાનારામ ભલ્લારામ કરનારામ જાતે જાખડ (જાટ) (રહે.ભીમથલ,રાજસ્થાન) હોવાનું જણાવ્યું હતું. કન્ટેનરમાં ભરેલા માલ અંગે પુછતાં તે મેડીશીન હોવાનું જણાવ્યું હતું. જે અંગે બિલ્ટી ઇ-વેબીલ પણ રજુ કર્યાં હતાં. જોકે, શંકા જતાં એલસીબીએ કન્ટેનરની તલાસી લેતાં તેમાં 811 પેટી કુલ 9732 કિંમત રૂ.34,80,300નો જથ્થો મળી આવ્યો હતો. આથી, સ્થળ પર જ પોલીસે વિદેશી દારૂ, કન્ટેનર ટ્રક કિંમત રૂ. 15 લાખ કબજે કર્યું હતું. આ અંગે આગવી ઢબે પુછપરછ કરતાં આ વિદેશી દારૂનો જથ્થો સુરેન્દ્રસિંહ અંબાલાએ ભરી આપ્યો હોવાનું કબુલ્યું હતું.

આ અંગે એલસીબીના હેડ કોન્સ્ટેબલ મહિપાલસિંહ જગદીશસિંહની ફરિયાદ આધારે પેટલાદ ગ્રામ્ય પોલીસે કાનારામ અને સુરેન્દ્ર સામે ગુનો નોંધી વિદેશી દારૂ, કન્ટેનર, રોકડ, મોબાઇલ સહિત કુલ રૂ.49,90,100નો મુદ્દામાલ જપ્ત કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...