આણંદ તાલુકાના સામરખા ગામ પાસેથી પસાર થતા અમદાવાદ-વડોદરા એક્સપ્રેસ હાઈવે ઉપર સોમવારે મોડી રાત્રે આગળ જઈ રહેલી ટ્રકની પાછળ આઇસર ટેમ્પો અથડાતા ટેમ્પોમાં બેઠેલા કંડકટરનું મોત નીપજ્યું હતું. વધુમાં ડ્રાઈવરને પણ ઇજાઓ થઇ હતી.
પંજાબના ભટીંડા ખાતે રહેતા સંદિપસિંગ સુખપાલપાલસિંગ જાટ પોતાની ટ્રક લઈને અમદાવાદ-વડોદરા એક્સપ્રેસ હાઈવે ઉપર સામરખા નજીક આવેલા આણંદ ટોલ નાકા પાસેથી પસાર થતા હતા. ત્યારે સોમવારે મોડી રાત્રે પાછળથી પુરઝડપે આવી ચઢેલા આઈસર ટેમ્પોના ચાલક સોમાભાઈ મોઘાભાઇ કરમ (ઠાકોર)એ પોતાનો ટેમ્પો પુરપાટ ઝડપે હંકારી આગળ જતી ટ્રકની પાછળ અથડાવી હતી.
જેમાં આઇસરમાં કંડકટરની સાઈડે બેઠેલા વિનોદભાઈ મનસુખભાઈ કરમ (ઠાકોર)ને ગંભીર ઇજાઓ થતા મોત નીપજ્યું હતું. જ્યારે આઈસર ટેમ્પાના ચાલક સોમાભાઈ કરમ (ઠાકોર)ને પણ શરીરે વધતા-ઓછા પ્રમાણમાં ઈજાઓ પહોંચી હતી. આ બનાવની જાણ થતાં આણંદ ગ્રામ્ય પોલીસે ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.