તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Anand
  • A Complete Shutdown Was Declared On Saturday And Sunday In Piplav Village And A Voluntary Shutdown Was Also Declared In Dahemi Village

સ્વૈચ્છિક બંધ:પીપળાવ ગામમાં શનિવાર-રવિવાર સંપૂર્ણ બંધ, દહેમી ગામે પણ સ્વૈચ્છિક બંધ જાહેર કરાયું

આણંદ3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • સવારના બે કલાક શાકભાજી અને દુધના વિતરણ સહિત અન્ય વેપાર બંધ
  • પીપળાવ કોવિડ સેન્ટરમાં આઈસોલેશન બેડ ઉભા કરાયા

સોજીત્રા તાલુકામાં પીપળાવ ગામે કોરોના સંક્રમણ ઘટતું નથી. કોરોના સંક્રમિત શંકાસ્પદ કેસો હજુ પણ મળી રહ્યાં છે. પીપળાવ ગામના સરપંચ રીન્કુબેન સહિત ગામના આગેવાનોએ ચર્ચા વિચારણા કર્યા બાદ ગામમાં સંક્રમણથી સંપૂર્ણ મુક્ત કરવા માટે ગ્રામજનોએ સહકાર આપવાની અપીલ કરી હતી. જેના પગલે શનિવાર અને રવિવાર ગામ સંપૂર્ણ બંધ રહેશેનું જાહેર કરવામાં આવ્યું છે. માત્ર સવારે 6 થી 9 દુધ મંડળી અને શાકભાજીની લારીઓ ખુલ્લી રહેશે. બાકીના તમામ વેપાર ધંધા બંધ રહેશે.

મંદિર તરફથી જમવા સહિતની વ્યવસ્થા કરવામાં આવી

પીપળાવ ગામે છેલ્લા એક માસથી શંકાસ્પદ કેસો ડોકા દેતા ગામના આરોગ્ય ઉપર ખતરો રહે છે. જેને ધ્યાને લઈ ગ્રામ પંચાયત દ્વારા બપોર પછી સ્વૈચ્છિક બંધ જાહેર કરાયું છે. જેના કારણે થોડી રાહત થઈ છે પરંતુ હજુ પણ કોરોના સંક્રમણના શંકાસ્પદ કેસો મળી રહ્યાં છે. ગામને કોરોના મુક્ત કરવા ગ્રામ પંચાયત દ્વારા લોકસહકારથી શનિવાર અને રવિવાર દરમ્યાન તમામ બજારો બંધ રાખવાનો નિર્ણય લીધો છે. આ ઉપરાંત ગ્રામ પંચાયત દ્વારા પીપળાવ આશારપુરી મંદિર ટ્રસ્ટના સહયોગથી વાડીમાં આઈસોલેશન બેડ ઉભા કરવામાં આવ્યા છે. સામાન્ય લક્ષણ ધરાવતા દર્દીઓને હોમ ક્વોરેન્ટાઈનની વ્યવસ્થા ન હોય તેવા લોકોને અહીયા સારવાર આપવામાં આવશે. તેમજ મંદિર તરફથી જમવા સહિતની વ્યવસ્થા કરવામાં આવી છે.

સોજીત્રા તાલુકાના ડાલી ગામે કોરોના સંક્રમણ ઘટાડવા માટે પંચાયત દ્વારા ચુસ્ત નિયમોનું અમલ કરવા વેપારીઓને ખાસ અપીલ કરી સહકાર કરવા જણાવ્યું છે. જેના પગલે વેપારીઓએ દુકાન આગળ સોશિયલ ડિસ્ટન્સ જળવાઈ રહે તે માટે પુનઃ કુંડાળા દોરીને અંતર રાખવા ગ્રાહકો માટે વ્યવસ્થા કરી છે. તેવી જ રીતે ગામની દુધ મંડળીમાં આગવી વ્યવસ્થા કરવામાં આવી છે.

સવારે 6 થી 10 અને સાંજે 4 થી 6 દરમિયાન બજારો ખુલ્લા રહેશે

બોરસદ તાલુકાના દહેમી ગામે કોરોના સંક્રમણને અટકાવવા માટે સ્વૈચ્છિક આંશિક બંધ જાહેર કરવામાં આવ્યું છે. જેમાં સવારે 6 થી 10 અને સાંજે 4 થી 6 દરમિયાન બજારો ખુલ્લા રહેશે. ત્યારબાદ બજારો સંપૂર્ણ બંધ રહેશે અને ગામના નાગરિકોએ પણ ગામમાં ટોળે વળીને નહી બેસવા અને ગામમાં નીકળો ત્યારે ફરજીયાત માસ્ક પહેરીને બહાર નીકળવા જણાવ્યું છે.

અન્ય સમાચારો પણ છે...