લ્યો કરો વાત !:આંકલાવ તાલુકાના આસોદર ગામે 2 વર્ષ પહેલાની ચોરીની ફરિયાદ હવે નોંધાઇ

આણંદ14 દિવસ પહેલા
  • કૉપી લિંક

આંકલાવ તાલુકાના આસોદર ગામે આવેલી તીર્થધામ સોસાયટીના એક બંધ મકાનમાં 2 વર્ષ અને 4 મહિના પહેલા થયેલી રૂપિયા 3.09 લાખની ચોરીની ફરિયાદ હાલ નોંધાતા અચરજ ફેલાયું છે. રસપ્રદ બાબત તો એ છે કે, આ મામલે ડોગ સ્કવોડની ટીમ પણ તપાસ અર્થે આવી હતી. જોકે, બે વર્ષ પહેલાં ગુનો બન્યો હોવાની જાણ થતાં જ પરત ફરી હતી.

આસોદર ગામની તીર્થધામ સોસાયટીના મકાન નંબર 18માં રહેતા ફરિયાદી ઉમેશભાઈ જયંતિભાઈ પટેલ 15મી ફેબ્રુઆરી, 2020માં પરિવાર સાથે ચોટીલા ખાતે દર્શનાર્થે ગયા હતા. દરમ્યાન રાત્રિના તસ્કરોએ તેમના બંધ મકાનનો નકુચો તોડીને ઘરમાં પ્રવેશી સોનાની વીંટી, સોનાની ચાર બંગડીઓ, ત્રણ ચાંદીના સિક્કા, રોકડા રૂપિયા 1.04 લાખ મળીને કુલ 3.09 લાખની મત્તાની ચોરી કરી હતી.

જે અંગેની જાણ તેમને ફરીને પરત આવ્યા બાદ થતાં તેમણે આ મામલે લેખિતમાં અરજી આપી હતી. જોકે, બનાવની કોઈ પાક્કી પોલીસ ફરિયાદ થઈ નહોતી. હાલમાં એવું જાણવા મળ્યું છે કે, અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચ દ્વારા કોઈ આરોપીઓને પકડતાં અને તેમણે કબુલાત કરતાં હાલ, આંકલાવ પોલીસે આ બનાવની ફરિયાદ નોંધી છે.

અન્ય સમાચારો પણ છે...