• Gujarati News
  • Local
  • Gujarat
  • Anand
  • A Complaint Has Been Lodged In Anand That The Son Of A Tobacco Trader Has Been Abducted By An Unidentified Ismo, Police Have Launched A Search Based On CCTV Footage.

નાટકીય વળાંક:આણંદમાં વેપારીના પુત્રના અપહરણ મામલે નવો વળાંક, પુત્રનું અપહરણ થયું જ ન હતું તે જાતે ઘરે આવી ગયો

આણંદએક મહિનો પહેલા
  • કૉપી લિંક
પ્રતિકાત્મક તસવીર - Divya Bhaskar
પ્રતિકાત્મક તસવીર
  • ઘરમાં કોઈક કારણ સબબ મન ઊંચું થઈ જતા ઉશ્કેરાટમાં પુત્ર અમદાવાદ જતો રહ્યો હતો
  • અજાણ્યા નંબર ઉપરથી અપહરણનો ફોન તેણે જ તેના પિતાને કર્યો હતો

આણંદમાં તમાકુના વેપારીના પુત્રના અપહરણ મામલે નવો વળાક આવ્યો છે. મિત્રોને મળવા જાઉ છું કહી 5 દિવસ પહેલા વેપારીનો પુત્ર ગુમ થયો હતો. જે અંગેની વેપારીએ પોલીસમાં જાણવા જોગ ફરિયાદ આપી હતી. આ દરમિયાન વેપારીને કોઈ અજાણ્યાં ઈસમોએ ફોન કરીને તેના પુત્રનું અપહરણ કર્યુ છે તેમ જણાવ્યું હતું. જેથી વેપારીએ પોલીસને જાણ કરી હતી. ત્યારે પોલીસે આ અંગે તપાસ આરંભી હતી.

આ ઘટનામાં એક નાટકીય વળાંક આવ્યો છે. વેપારીનો પુત્ર અચાનક ઘરે આવી ગયો છે. તેમજ તેણે કહ્યુ કે તેનુ અપહરણ થયું ન હતું પરંતુ તે અમદાવાદમાં ગયો હતો અને અજાણ્યા નંબર પરથી ફોન તેણે જ કરાવ્યો હોવાનું કબૂલ્યું હતું.

આ અંગે આણંદ ટાઉન પીએસઆઈ આઈ.એન.ધાસુરાએ જણાવ્યું હતું કે, વેપારીના પુત્ર ઉમંગ પટેલના અપહરણનો ગુનો નોંધી પોલીસે તપાસ હાથ ધરી હતી. પરંતુ તે અચાનક તેના ઘરે આવી પહોંચ્યો છે. તેના પિતાએ પોલીસ ફરિયાદની વાત કરતા તે અહીં પોલીસ સ્ટેશન આવ્યો છે. તેના જણાવ્યાં મુજબ તેનું અપહરણ થયું નહોતું અને તે અમદાવાદ હતો. ઘરમાં કોઈક કારણ સબબ મન ઊંચું થઈ જતા ઉશ્કેરાટમાં તે જતો રહ્યો હતો. વળી અજાણ્યા નંબર ઉપરથી અપહરણનો ફોન તેણે જ તેના પિતાને કર્યો હતો. જોકે, તેણે જણાવેલી ઘટનાની સત્યતા અને ચોક્સાઈ માટે તેની પૂછપરછ ચાલુ છે.

આણંદમાં તમાકુના વેપારીના પુત્રનું અપહરણને લઈ ચકચાર મચી હતી. મિત્રોને મળવા જાઉં છું કહી 5 દિવસ પહેલા નીકળેલા પુત્રનું અજાણ્યા ઈસમોએ અપહરણ કર્યાની જાણ થતાં જ પરિવારના માથે આભ તૂટી પડ્યું હતું. આણંદ પોલીસને આ અંગે જાણ કરવામાં આવતા પોલીસે તપાસ હાથ ધરી હતી.

શું હતો સમગ્ર મામલો?
આણંદના સરદાર ગંજ વિસ્તારની અલકાપુરી સોસાયટીમાં તમાકુના વેપારી જિતેન્દ્ર ગોરધનભાઇ પટેલ પરિવાર સાથે રહે છે. ત્યારે ગત 30મી ઓક્ટોબરે શનિવારના રોજ જિતેન્દ્રભાઈ બોરસદ ગયા હતા. આ દરમિયાન બપોરે બે વાગ્યાની આસપાસ ઉમંગ ઘરેથી બાઈક લઈ મિત્રને મળવા જવુ છું તેમ માતા ઉષાબેનને કહીને નીકળ્યો હતો. જોકે, ઉમંગ મોડી સાંજ અને રાત સુધી ઘરે પરત ફર્યો ન હોતો. જેને લઈ પરિવારજનોમાં ચિંતા પ્રસરી હતી. આથી પરિવારજનો દ્વારા ઉમંગનાં મિત્રો અને કૌટુંબિક સંબંધીઓને ત્યાં ફોન અને અન્ય માધ્યમ દ્વારા તપાસ કરવામાં આવી હતી. જ્યાં તેના કોઈ જ સમાચાર મળ્યા નહોતા.

આ દરમિયાન ઉમંગનો મોબાઈલ ફોન પણ સ્વીચ ઓફ આવતો હતો. જેને પગલે પિતાએ તેના ગુમ થયા અંગે પોલીસને જાણ કરી ફરિયાદ આપી હતી. જોકે, બીજા દિવસે 31મી ઓક્ટોબરે ફિલ્મી અંદાજમાં જિતેન્દ્રભાઈના મોબાઈલ નંબર પર અજાણ્યા ઈસમોએ ઉમંગનું અપહરણ કર્યુ હોવાનો ફોન કર્યો હતો, જેને લઈ જિતેન્દ્રભાઈ હેબતાઈ ગયા હતા.

તમાકુના વેપારી જિતેન્દ્ર પટેલે પુત્ર ગુમ થયાનું જાણવા જોગ ફરિયાદ નોંધાવી હતી. તેના બીજા જ દિવસે તેમના મોબાઈલ ફોન પર અજાણ્યા નંબર પરથી ફોન આવ્યો હતો. જેમાં સામેના ઈસમે ફિલ્મી ઢબે હિન્દીમાં ધમકીના સ્વરે કહ્યું કે, તુમ્હારા લડકા મેરે પાસ હૈ, તુમ તૈયાર રહો. મેં દો મિનિટ કે બાદ ફોન કરતા હું ....તેમ કહી ફોન કટ કરી દીધો હતો.

જિતેન્દ્ર પટેલે પુત્ર ઉમંગના અપહરણ અંગે પોલીસને વાકેફ કર્યા અને ફોનની વિગત જણાવી હતી. આણંદ પોલીસે આ અંગે અપહરણનો ગુનો નોંધી મોબાઈલ લોકેશન તથા સીસીટીવી ફૂટેજના આધારે કાયદેસરની તપાસ હાથ ધરી છે. ત્યારે આ અપહરણની ઘટનામાં અચાનક નાટકીય વળાંક આવ્યો હતો. વેપારીનો પુત્ર અચાનક ઘરે આવી ગયો હતો અને તેનું અપહરણ થયું ન હોવાનું તેણે જણાવ્યું હતું. તેમજ અપહરણનો ફોન પણ તેણે જ કરાવ્યો હોવાનું તેણે જણાવ્યું હતું.

અન્ય સમાચારો પણ છે...