તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

સમિતિની રચના:આણંદમાં હિન્દુ જાગરણ મંચની સમિતિની રચના કરાઈ

આણંદ3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • મંચમાં તાલુકા કક્ષાના હોદ્દેદારો નિમાયા

શ્રી સંતરામ વિદ્યામંદિર કરમસદ ખાતે હિન્દુ જાગરણ મંચ આણંદ જિલ્લાની બેઠક રવિવારે યોજાઇ હતી, જેમાં હિન્દુ જાગરણ મંચ ગુજરાત પ્રદેશ સંગઠન મંત્રી કલ્પેશસિંહજી વાઘેલાએ સમગ્ર જિલ્લાની ટીમોને માર્ગદર્શન આપ્યું હતું જેમાં હિન્દુ જાગરણ મંચ નું કાર્ય તથા હિન્દુ જાગરણ મંચ નાં છ આયામ જેમાં બેટી બચાઓ આયામ, ભૂમિ બચાવો આયામ, યુવા આયામ, વિધિ આયામ, વીરાંગના આયામ, સ્વાવલંબન આયામ ની માહિતી તથા કાર્ય ની માહિતી આપવામાં આવી હતી.

તથા આણંદ જિલ્લા નાં કુલ 366 ગામ માં હિન્દુ જાગરણ મંચ ની ટીમ આગામી બે વર્ષ માં બનાવવા નો સંકલ્પ કરવામાં આવ્યો હતો. તથા હિન્દુ સમાજ નું જાગરણ કરી સમાજ ને વિવિધ પ્રકારના સામાજિક અને ધાર્મિક પ્રહારો થી બચાવવા માટે કટિબદ્ધતા સાથે સંકલ્પ લેવાયો હતો. તથા આ બેઠકમાં હિન્દુ જાગરણ મંચ ની નવ નિયુક્ત ટીમની ઘોષણા કરવામાં આવી હતી, સાથે સાથે ગામેગામ હિન્દુ જાગરણ મંચ દ્વારા હિન્દુ સમાજનો વ્યાપ વધે તેમજ અન્ય ધર્મ જતાં લોકોને રોકવા માટે મહત્વની કામગીરી કરવામાં આવનાર છે.

અન્ય સમાચારો પણ છે...