આજે ફિલાટેલી ડે:SP યુનિ.ના અધ્યાપક પાસે 60 દેશોની 300 ટિકિટોનો સંગ્રહ

આણંદ2 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • 11 વર્ષની ઉંમરથી ટિકિટો સંઘરવાનું શરૂ કર્યું

13મી ઓક્ટોબરના રોજ ‘ફિલાટેલી ડે’ ઉજવાય છે. અત્યારના ફોન અને અનેક પ્રકારના પ્રત્યાયન માધ્યમોના યુગમાં ઘરે ટપાલો આવતી જ બંધ થઈ ગઈ છે. ત્યારે એની ઉપર ચોંટાડવામાં આવતી ટપાલ ટિકિટ ઉપર ભાગ્યે કોઈનું ધ્યાન જાય. પણ એક જમાનામાં અનેક રંગોમાં અને નાના મોટા કદમાં આવતી ટપાલટિકિટોનું બધાને આકર્ષણ રહેતું હતું. એમાંથી કોઈને એ સાચવી રાખવાનું પણ મન થતું, અને એમ કરતાં ફિલાટેલીનો શોખ શરૂ થયો.

ફિલાટેલી એ પોસ્ટેજ સ્ટેમ્પ્સ અને પોસ્ટલ ઈતિહાસનો અભ્યાસ છે તથા તે સ્ટેમ્પ્સના સંગ્રહ, પ્રશંસા અને સંશોધન પ્રવૃત્તિઓનો પણ ઉલ્લેખ છે. ફિલાટેલીમાં માત્ર સ્ટેમ્પ ભેગા કરવા અથવા ટપાલનો અભ્યાસ કરવો તેટલુ જ નહીં પરંતુ વધુ વિષયોનો સમાવેશ થાય છે.

સ્ટેમ્પ ભેગા કર્યા વગર પણ તેનો અભ્યાસ કરી શકાય છે. સરદાર પટેલ યુનિવર્સિટીના ઇતિહાસના અનુસ્નાતક વિભાગના અધ્યાપક ડૉ. હેમન્ત દવે પાસે 60 દેશોની વિવિધ 300 સ્ટેમ્પ ટિકિટોનો સંગ્રહ છે. ડૉ. દવેએ જણાવ્યું કે એ અગિયાર વર્ષના હતા ત્યારથી ટપાલટિકિટોનો સંગ્રહ કરતા આવ્યા છે. ત્યારે એમને ખ્યાલ પણ નહોતો કે આ શોખ ફિલાટેલી કહેવાય અને એ દુનિયામાં બહુ લોકો કરતા હોય છે.

અન્ય સમાચારો પણ છે...