તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

અભિયાન:વાસદ ખાતે આવેલી મહીસાગર નદીને પ્રદૂષણથી મુક્ત કરવા સફાઈ અભિયાન હાથ ધરાયુ,કચરાથી મુક્ત કરવા માટે એસવીઆઈટી વાસદના એન એસ. એસ. યુનિટે જહેમત ઉઠાવી

વાસદ22 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • નદીની અંદર પાણીમાં થતું પ્રદુષણ અટકાવવા સરકારી તંત્ર સક્રિયતા દાખવે તેવી લોકમાંગ
  • મહીસાગર નદીમાં વારે-તહેવારે તેમજ રવિવારે મોટી સંખ્યામાં લોકો સ્નાન કરવા આવે છે
  • મહિસાગરમાં પ્રદુષણના કારણે જળચર પર ઘેરી અસર થઈ રહી છે

મધ્ય ગુજરાતમાં વાસદ ખાતે આવેલી અને ચરોતરની જીવાદોરી સમાન મહીસાગર નદી લોક આસ્થાનું કેન્દ્ર છે. વારે તહેવારે ત્યાં અનેક શ્રદ્ધાળુઓની ભારે અવર-જવર રહે છે. નદીમાં અને તટ ઉપર પ્રદૂષણનુ પ્રમાણ ખૂબ વધ્યું છે.શ્રદ્ધાળુઓ દ્વારા નદી કિનારે પૂજા-અર્ચના કર્યા બાદ પૂજાપાની સામગ્રી મહીસાગર નદીમાં પધરાવવાતા હોય છે, તો ક્યારેક તટ ઉપર જ જ્યાં ત્યાં ફેંકી આવતા હોય છે, જેથી નદીમાં અને તટ ઉપર પ્રદૂષણનુ પ્રમાણ ખૂબ વધી ગયું છે. સરકારી તંત્ર આ બાબતે ઘણી જ લાપરવાહી વર્તી રહ્યું છે. ત્યારે નદીના તટને અને આસપાસની જગ્યાને પ્રદુષિત કચરાથી મુક્ત કરાવવા એસવીઆઇટી કોલેજના એનએસએસ યુનિટે જહેમત ઉઠાવી છે. જોકે, નદીની અંદર પાણીમાં થતું પ્રદુષણ અટકાવવા સરકારી તંત્ર સક્રિયતા દાખવે તેવી લોકમાંગ ઉભી થઇ છે.

ગુજરાતમાં વાસદ ખાતે આવેલી મહીસાગર નદીમાં વારે-તહેવારે તેમજ રવિવારે મોટી સંખ્યામાં લોકો મહી નદીમાં સ્નાન કરવા આવતા હોય છે. મહિ માતાના દર્શન કર્યા બાદ શ્રદ્ધાળુઓ દ્વારા આ નદી કિનારે અનેક પ્રકારની પૂજા અર્ચના કરવામાં આવે છે. આ પૂજા-અર્ચના દરમિયાન પૂજાનો સામાન જેમ કે, ફૂલમાળા, નાળિયેર, પૂજાપો વગેરે પૂજા કર્યા બાદ નદીમાં પધરાવવામાં આવતા હોય છે.

તહેવારોમાં મહીસાગર નદીમાં શ્રદ્ધાળુઓની ભારેભીડ

મહીસાગર નદી પર આવેલા પુલ પરથી પણ શ્રદ્ધાળુઓ માતાજીના દર્શન કરીને પૂજાપાની સામગ્રી નદીમાં નાખે છે. જેના કારણે નદીમાં પ્રદુષણ વધી રહ્યું છે. આગામી દિવસોમાં આવનારા તહેવારના કારણે મહીસાગર નદીમાં શ્રદ્ધાળુઓની ભારેભીડ રહેશે જેના પગલે નદીમાં વધુ પ્રમાણે પુજાપો અને અન્ય વસ્તુઓ ધરાવવામાં આવશે. તેના માટે કડક પગલા લેવા ખૂબ જરૂરી છે. પૂજા કર્યા બાદ પૂજાની સામગ્રી નદીમાં પધરાવવાની જગ્યાએ પોતાની સાથે લઈ જવામાં આવે તો મહી નદીને પ્રદૂષણ રહિત બનાવી શકાશે.

જળચર પ્રાણીઓનું થઈ રહ્યું છે મૃત્યું

મહત્વનું છે કે, મહિસાગરમાં પ્રદુષણના કારણે જળચર પર ઘેરી અસર થઈ રહી છે. મહીસાગર નદીમાં પૂજા-અર્ચના કર્યા બાદ પુજાપાનો સામાન પધરાવતા ધીમે ધીમે નદીમાં પ્રદૂષણ પ્રમાણ સતત વધી રહ્યું છે. જેના કારણે નદીમાં રહેતા જળચર પ્રાણીઓ જેવા કે, કાચબા, માછલી સમય અંતરે મૃત્યુ પામી રહ્યા છે. તેવા અનેક કિસ્સા જોવા મળી રહ્યા છે.

નિયમિત સફાઈના અભાવે પરિસ્થિતિ જેસે થૈ વેસી

નોંધનીય છે કે, ગત વર્ષે નંદેસરી પંચાયત દ્વારા સરપંચની આગેવાનીમાં એક મહિનાની સખત મહેનત કરીને મહીસાગર નદીના તટના પાણીને સંપૂર્ણ સ્વચ્છ અને કચરા રહિત બનાવવામાં સફળ પ્રયત્નો થયા હતા. ત્યારબાદ નિયમિત સફાઈના અભાવે જેસે થૈ પરિસ્થિતિ જોવા મળી રહી છે.

યુનિટના 25થી પણ વધુ સ્વયંસેવકો આ કાર્યમાં જોડાયા

એસવીઓઈટી વાસદના એનએસએસ યુનિટના સ્વયંસેવકો દ્વારા સ્વચ્છતાની જાગૃતિ માટે અભિયાન હાથ ધર્યું છે. જેમાં મહિસાગર નદીના બ્રીજ પરની પોલીથીન અને આસપાસના વિસ્તારની સાફ-સફાઈની કામગીરી અને સ્વચ્છતા માટેની લોકજાગૃતિનો અભિયાનનો પ્રારંભ કરવામાં આવ્યું છે. જેની અંતર્ગત એસવીઆઈટી વાસદ એનએસએસ યુનિટના 25થી પણ વધુ સ્વયંસેવકો આ કાર્યમાં જોડાયા છે અને લોકોને સ્વચ્છતા માટે જાગૃત કરી રહ્યા છે.

આ સમગ્ર કાર્યક્રમનું સંચાલન એસ.વી.આઈ. ટી. એન.એસ.એસ યુનિટના પ્રોગ્રામ ઓફિસર વિકાસ અગ્રવાલ દ્વારા સ્વયં સેવકોના સહિયોગથી કરવામાં આવ્યું હતું.

અન્ય સમાચારો પણ છે...