હાલાકી:આણંદમાં નામની સિટી બસ, વીટકોસ માત્ર શહેર બહારના લાંબા રૂટ પર દોડે છે

આણંદ10 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • ટ્રાફિકનું બહાનું કાઢી રૂટો બંધ, રિક્ષા જ વિકલ્પ બચતાં વધુ ભાડું દેવા મજબૂર

આણંદ શહેરમાં વર્ષ 1997 સુધી આણંદ નગર પાલિકા સંચાલિત સીટીબસ શહેરમાં શહેરીજનો સસ્તા ભાડામાં મુસાફરી કરી શકે તેવા હેતુથી તમામ માર્ગો પર દોડાવવામાં આવતી હતી. ત્યારે વર્ષ 2000માં ભાજપના શાસનમાં નગરપાલિકાએ સીટીબસો બંધ કરી ભાવનગર વીટકોસ કંપનીને કોન્ટ્રાકટ આપી શહેરમાં સીટી બસ દોડાવવાની શરતે માત્ર રૂા.એક ટોકન ભાડામાં મંજુરી આપવામાં આવી હતી.

પરંતુ છેલ્લા ઘણા વર્ષથી વીટકોસ દ્વારા આણંદ શહેરમાં ટ્રાફિક વધુ હોવાનો બહાનુ બતાવીને સીટી બસ સેવાબંધ કરીને લાંબા અંતરે બાંધણી ચોકડી, વડતાલ, વડોદરાના રૂટો પર વધુ પેસેન્જર મળી રહે તે માટે 20 જેટલી સીટીબસો દોડવવામાં આવી રહેલ છે.આથી તંત્રના વાંકે ગરીબ, મધ્યમ પરિવારને ના છુટકે રિક્ષામાં વધુ ભાડુ ખર્ચ કરીને મુસાફરી કરવાનો વારો આવ્યો છે.

શહેરમાં માર્ગો પર સીટી બસ દોડવવા માટે સીનિયર સીટીઝન વડીલો ધ્વારા લેખિતમા રજુઆત કરવામા આવી હતી. છતાંય પરિણામ શુન્ય આવે છે. ભાવનગર વીટકોસ બસ દોડવવા માટે આણંદ નગર પાલિકાએ બીજી વખત કોન્ટ્રાકટ આપીને શહેરમાં સીટી બસ દોડાવવાની મંજુરી આપી હતી. વીટકોસ કંપની દ્વારા આણંદ નગર પાલિકા દ્વારા માત્ર રોયલ્ટી પેટે દર મહિને રૂા 3 હજાર લેવામાં આવે છે. તેમજ આરટીઓમાં રૂા 20 હજારનો દર મહિને ટેકસ ભરવામાં આવે છે. શરૂઆતમાં શહેરમા 30 વીટકોસ બસો દોડાવીને સો ટકા રૂટોનું સંચાલન કરવામા આવતું હતુ.

પરંતુ કોરોના મહામારી બાદ શહેરમાં ટ્રાફિકને કારણે દોડાવવામા આવતી નથી. હાલ વડતાલ, બાંધણી ચોકડી, વડતાલ 20 વીટકોસ દોડવવામાં આવે છે. વીટકોસમાં મીનીમમ ભાડુ રૂા 6 અને મેકસીમમ ભાડું રૂા 20, વડોદરા ભાડુ રૂા.35 વસુલવામાં આવે છે. જો કે આ અંગે વીટકોસના મેનેજર દિપકભાઈ દોડીયાઅે જણાવ્યું હતું કે, ઉનાળુ વેકેશન પૂર્ણ થાય તે પછી શહેરમાં વીટકોસ બસ સેવા ફરીથી કાર્યરત કરવામાં આવનાર છે.

અન્ય સમાચારો પણ છે...