કોરોના સંક્રમણ:આણંદ જિલ્લામાં ત્રીજા દિવસે કોરોનાનો એક કેસ, ઉમેરઠમાં 4 માસ બાદ નવો કેસ નોંધાયો

આણંદ17 દિવસ પહેલા
  • કૉપી લિંક
પ્રતીકાત્મક તસ્વીર - Divya Bhaskar
પ્રતીકાત્મક તસ્વીર

આણંદ શહેર સહિત જિલ્લામાં ત્રણ દિવસથી કોરોના નવા કેસ મળી રહ્યાં છે. આણંદ તાલુકામાંથી ચાર કેસ મળ્યા બાદ ગુરુૂવારે ઉમરેઠ શહેરમાં નવો કોરોના કેસ મળી આવ્યો છે.નવા નોંધાયેલા કોરોના તમામ દર્દીઓની હાલત નોર્મલ હોવાથી હોમ આઇસોલેશન હેઠળ સારવાર લઇ રહ્યાં છે. સતત મળી રહેલા કેસ પગલે આરોગ્ય વિભાગ ચિંતા વ્યાપી ગઇ છે.

આણંદ જિલ્લાના પહેલી અને બીજી લહેરમાં આણંદ, ખંભાતને બાદ કરતાં સૌથી વધુ કેસ ઉમરેઠ તાલુકામાંથી મળ્યા હતા. ઉમરેઠ શહેરમાં ચાર માસ બાદ કોરોનાનો નવો કેસ મળી આવ્યો છે.જેને લઇને સ્થાનિક આરોગ્ય વિભાગ દ્વારા તાત્કાલિક ઉમરેઠ શહેરમાં તકેદારી પગલાં લેવામાં આવી રહ્યાં છે. જે વિસ્તારમાંથી કેસ મળ્યો છે.તે વિસ્તારમાં સર્વે સહિતની કામગીરી હાથ ધરવામાં આવશે. આણંદ જિલ્લામાં રસીકરણની કામગીરી પૂર જોશમાં ચાલી રહી છે.

અન્ય સમાચારો પણ છે...