કામગીરી:આણંદમાં જન આંદોલન થકી કુપોષણ દૂર કરવા માટે અભિયાન હાથ ધરાયું

આણંદએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • બાળકોને ગ્રોથ વધારવા આંગણવાડીની બહેનો દ્વારા ઘરે તપાસમાં આવે છે

આણંદ જિલ્લામાથી કુપોષણ ને દૂર કરવા આઇ.સી.ડી.એસ. વિભાગ દ્વારા જિલ્લાના તમામ આંગણવાડી કેન્દ્રોમાં કુપોષણને દૂર કરવા તથા લાભાર્થીઓમાં પોષણ અંગેની સમજ કેળવાય અને તે અંગે જાગૃતિ આવે તે માટે પોષણ સંબંધિત વિવિધ પ્રવૃત્તિઓ આંગણવાડી કક્ષાએ આયોજિત કરવામાં આવે છે.

પોષણ અભિયાન ના કર્મચારીઓ દ્વારા આજના જમાનાની લેટેસ્ટ ટેક્નોલોજીનો ઉપયોગ કરી સોિશયલ મીડિયાના માધ્યમ દ્વારા પણ દરરોજ પોષણ સૂત્રો જેવા કે “છ માસનું બાળક લાગે સુંદર મજાનું , અન્નપ્રાશનની શરૂઆત કરવા માતાને સમજાવવું” જેવા સૂત્રો દ્વારા બાળકના જન્મના 6 માસ પછી ઉપરી આહારની શરૂઆત વિષે સમજાવવામાં આવે છે અને આવા whatssapp status ICDS કચેરીના પ્રોગ્રામ ઓફિસર અને કર્મચારીઓ દ્વારા દરરોજ સવારે “આજનો સંદેશો” સોશિયલ મીડિયાના માધ્યમથી મૂકવામાં આવે છે જે પોષણ જાગૃતિ માટેનો એક અનોખો પ્રયાસ છે.

આ વર્ષના પોષણ માસ સપ્ટેમ્બર-2021 ની થીમ “કુપોષણ છોડ પોષણ કી ઓર, થામે ક્ષેત્રિય ભોજન કી ડોર” મુજબ લોકલ પૌષ્ટિક ફૂડને અપનાવવા રાષ્ટ્રીય પોષણ અભિયાન અંતર્ગત આંગણવાડી કેન્દ્રોમાં જ પોષણ વાટીકા ડેવલોપ કરી અને તેમાં પોષણ ને લગતા વિવિધ લીલા શાકભાજી, ફળો, તથા ઔષધિય વનસ્પતિઓનું વાવેતર કરવામાં આવ્યું છે.

તેમજ પોષણ વાટિકામાં ઉગેલા શાકભાજી નું વિતરણ આંગણવાડીના લાભાર્થીઓ (સગર્ભા, ધાત્રી, કિશોરીઓ, બાળકો) માં કરી તેઓને શાકભાજી માં રહેલા પોષકતત્વો વિષેનું માર્ગદર્શન આપવામાં આવે છે. દરેક આંગણવાડી કેન્દ્રોમાં દર મહિને ચાર મંગળદિન ની ઉજવણી કરવામાં આવે છે. જેમાં આંગણવાડી ના તમામ લાભાર્થીઓને સહભાગી બનાવી તેઓને જરૂરી માર્ગદર્શન તથા પ્રોત્સાહન આપવામાં આવે છે.

અન્ય સમાચારો પણ છે...