તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

સુવિધા:આણંદના ચાર તાલુકામાંથી પસાર થતી કેનાલ પર 13 કરોડના ખર્ચે બ્રીજ બનશે

આણંદ6 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • વર્ષો જૂના પુલ જર્જરિત હાલતમાં ફેરવાઈ જતાં દુર્ઘટનાની ભીતિ હતી

આણંદ જિલ્લા સિંચાઇ વિભાગ અંતર્ગત આવતા આણંદ, પેટલાદ, ઉમરેઠ અને બોરસદમાં પસાર થતી કેનાલો પર વર્ષો જૂના પુલ જર્જરીત હાલતમાં ફેરવાઇ ગયા હતા. જેના કારણે દુઘર્ટના થવાની સંભાવના હતી. તેને ધ્યાને લઇને આણંદ સિંચાઇ વિભાગ દ્વારા ચારેય ઝોનમાં આવતી કેનાલો પર જર્જરીત 15 બ્રીજને નવા બનાવવાની કામગીરી 13 કરોડના ખર્ચે હાથ ધરવામાં આવી છે.

આણંદ જિલ્લામાં સિંચાઇ વિભાગની શેઢી અને મહી શાખાની નાની મોટી કેનાલો પસાર થાય છે. આ કેનાલો પર અવરજવરના રસ્તા માટે વર્ષોજૂના 15 બ્રીજ આવેલા હતા. આણંદ સિંચાઇ વિભાગ દ્વારા જર્જરીત પુલની જગ્યાએ નવા પુલ બનાવવા માટે દરખાસ્ત કરવામાં આવી હતી . આ અંગે કાર્યપાલક ઇજનેર જણાવ્યું હતું કે હાલ આણંદ, પેટલાદ, બોરસદ અને ઉમરેઠ તાલુકામાંથી પસાર થતી કેનાલો પર 15 નવા બ્રીજ બનાવવાની કામગીરી ચાલી રહી છે. આગામી ત્રણેક માસમાં કામપૂર્ણ કરી દેવામાં આવશે. જૂના પુલ જર્જરીત હાલતમાં હોવાથી કયારેક તુટી પડે તો અકસ્માત થવાની સંભાવના હતી. તેને ધ્યાને લઇને નવા પુલ બનાવવામાં આવી રહ્યાં છે.

અન્ય સમાચારો પણ છે...