• Gujarati News
  • Local
  • Gujarat
  • Anand
  • A Brash Youth From Vidyanagar Attacked Two Students With A Stick, Seriously Injuring Him For Something As Trivial As Smoking A Cigarette.

મારામારી:વિદ્યાનગરના માથાભારે યુવકે બે વિદ્યાર્થીને લાકડાંથી હુમલો કર્યો, સિગારેટ પીવા જેવી નજીવી બાબતમાં ગંભીર ઇજા પહોંચાડી

આણંદ4 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • વિદ્યાનગર પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી

વિદ્યાનગરમાં વિદ્યાર્થી પર થયેલા હુમલાને લઇ ઘેરા પડઘા પડ્યાં છે. બાકરોલના માથાભારે શખસે સિનસપાટા માટે વિદ્યાર્થીને લાકડાના દંડાથી જીવલેણ ઇજા પહોંચાડ્યાનો બનાવ બન્યો છે. આ અંગે વિદ્યાનગર પોલીસે ગુનો નોંધ્યો છે.

સિગારેટ પરીવા બાબતે ઝઘડો થયો
સુરતનો રહેવાસી અને છેલ્લા ચાર વર્ષથી બાકરોલ વિનાયક કોલેજમાં ફિઝીયોથેરાપીમાં અભ્યાસ કરતા દર્શન સંજયભાઈ માલવીયાને મળવા તેનો મિત્ર સિદ્ધાર્થ નરેશભાઈ કોટડીયા (રહે. સુરત) આવ્યો હતો. બન્ને મિત્રો ત્રણેક દિવસથી સાથે હતાં. દરમિયાનમાં 2જી ઓગષ્ટના રોજ સિધ્ધાર્થ કોટડીયા અને બીજા મિત્ર પ્રિતેશ પટેલ નિલકંઠ ફુટકેન્ટીનમાં હતાં. ત્યાં સીગારેટ પીવા બાબતે પ્રિત તથા રૂદ્ર જયદીપસિંહ વાઘેલા (રહે. બાકરોલ) સાથે ઝઘડો થયો હતો.

સમાધાન માટે મળ્યા બાદ મારામારી થઈ
મહત્વનું છે કે આ ઝગડા બાદ તેઓ સમાધાન કરવા માટે બપોરના ત્રણેક વાગે દ્વારકેશ રેસીડેન્સી પાસે ગયાં હતાં. જ્યાં રૂદ્ર હાજર હતો. આ ઝઘડા બાબતે સમાધાન કરવા માટે વાતચીત કરી હતી. જેમાં રૂદ્ર એકદમ ઉશ્કેરાઇ ગયો હતો અને અપશબ્દ બોલી ગાડીમાંથી દંડો કાઢી દર્શન અને સિધ્ધાર્થ પર હુમલો કર્યો હતો. આ હુમલામાં દર્શન અને સિધ્ધાર્થને ગંભીર ઇજા પહોંચતાં તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યાં હતાં. જ્યાં સિધ્ધાર્થની સ્થિતિ વધુ ગંભીર ગણાવવામાં આવી હતી.

આ અંગે વિદ્યાનગર પોલીસે રૂદ્ર જયદીપસિંહ વાઘેલા (રહે.બાકરોલ) સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...