કાર્યવાહી:વણસોલ ગામે દારૂ લાવી વેંચતા બુટલેગર ઝડપાયો

આણંદ9 દિવસ પહેલા
  • કૉપી લિંક
પ્રતીકાત્મક તસ્વીર - Divya Bhaskar
પ્રતીકાત્મક તસ્વીર
  • પોલીસે ઘરમાં છાપો મારી દારૂ ઝડપ્યો

ઉમરેઠ તાલુકાના વણસોલ ગામે ઘરમાં વિદેશી દારૂ વેચણા કરતાં શખસને બાતમીનાઆધારે ઝડપી પાડી તેની પુછપરછ કરતાં નડિયાદથી વિદેશી દારૂ લાવીને વેચતો હોવાનું ખુલ્યું હતું. આણંદ એલસીબીની ટીમ પેટ્રોલીંગમાં હતા. ત્યારે બાતમી મળી હતી કે, ઉમરેઠ તાલુકાના વણસોલ ગામે ખોડીયાર હોટલની બાજુમાં રહેતો અક્ષય ઉર્ફે મુન્નો ખોડાજી ઠાકોર પોતાના રહેણાંક મકાનમાં વિદેશી દારૂનું વેચાણ કરે છે.

એલસીબી પોલીસની ટીમે વણસોલ ગામે બાતમી મુજબના સ્થળે છાપો મારી રૂ 8700ની કિંમતના વિદેશી દારૂ સાથે અક્ષય ઉર્ફે મુન્નો ખોડાજી ઠાકોરને ઝડપી પાડ્યો હતો. તેની પૂછપરછમાં દારૂનો જથ્થો નડિયાદ તાલુકાના માંઘરોલી ગામે રહેતા ભાઈલાલભાઈ ઉફે વિરુભાઈ વિઠ્ઠલભાઈ તળપદા પાસેથી લાવ્યાની કબૂલાત કરતા આણંદ એલસીબી પોલીસે બન્ને વિરૂધ્ધ ગુનો દાખલ કરાયો છે.

અન્ય સમાચારો પણ છે...