આણંદ જિલ્લાનાં આંકલાવ તાલુકાનાં ખડોલ (ઉ) ગામમાં ગત મધ્યરાત્રીએ ખેતરમાં બર્થડે પાર્ટીમાં દારૂની મહેફિલ માણતા ડભોઈ અને નડીયાદનાં 15 નબીરાઓને આંકલાવ પોલીસે ઝડપી પાડી તેઓની પાસેથી દારૂની બોટલ,બીયરનાં ટીન અને ત્રણ કાર સાથે 20,35,410 લાખનો મુદ્દામાલ કબ્જે કરી દારૂબંધી ધારા હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી કરી હતી.
આંકલાવ પોલીસ ગતરાત્રીનાં સુમારે પેટ્રોલીંગમાં હતી તે દરમિયાન પોલીસને માહિતી મળી હતી કે, ખડોલ (ઉ) ગામની ચંદ્રનગર સીમમાં નિહાલભાઈ બળવંતભાઈ રાઠોડ રહે.,ગોરવા વડોદરાનાં ખેતરમાં બર્થડે પાર્ટીમાં કેટલાક યુવકો દારૂની મહેફીલ માણી રહ્યા છે,જે મળેલ માહિતીનાં આધારે આંકલાવ પોલીસે ખેતરમાં છાપો મારી સ્પીકર પર મોટા અવાજે ગીતો વગાડી દારૂની મહેફીલ માણતા નબીરાઓને ઝડપી પાડ્યા હતાં.આંકલાવ પોલીસે પુછપરછ કરતાં હાર્દિકભાઈ રાજુભાઈ વસાવાની બર્થડે પાર્ટી હોઈ બધા ભેગા થયા હતા અને દારૂની મહેફિલ માણી રહ્યા હતા તેવી કબુલાત કરી હતી. જેથી પોલીસે વિદેશી દારૂની એક અડધી બોટલ તેમજ બીયરનાં 10 ટીન અને 6 નંગ ખાલી ટીન તેમજ વેફરનાં પડીકાઓ કબ્જે કર્યા હતા.
પોલીસે દારૂની મહેફિલ માણી રહેલા 15 ઇસમોને દારૂનાં નશામાં ઝડપી લીધા હતા જેમાં હાર્દિક રાજુભાઈ વસાવા રહે,અયક્ષર ઉપવન ડભોઈ,આકાશ રમેશભાઈ ભોજવાણી રહે,વડોદરી ભાગોળ રાધેકોમ્પલેક્ષ પાસે ડભોઈ,યશ મનહરભાઈ સોની રહે.સોની ફળીયું ડભોઈ,જય અશ્વિનભાઈ પટેલ રહે,પટેલ વગો,ડભોઈ,તૌસીફ ઈકબાલ બલોલ રહે.પરિવાર સોસાયટી,ભોજા તલાવડી પાસે નડીયાદ,ઈમરાન સત્તારભાઈ ફાલા રહે,.મરીડા ભાગોળ,દલારામ મંદીર પાસે નડીયાદ,ફરહાન રજ્જાકભાઈ ગુસીયા રહે.સલમાન સોસાયટી બારકોસીયા નડીયાદ,સાહીદ હબીબભાઈ ગુસીયા રહે. અમન સોસાયટી બારકોસીયા નડીયાદ,સાકીબ હબીબભાઈ ચુનીયા રહે.પાંચ હાટડીનાં નાકે નરહરી ખાંચો નડીયાદ,આસીફ ગફારભાઈ મોટાના રહે,અમન સોસાયટી બારકોસીયા રોડ નડીયાદ,વસીમ રફીકભાઈ ગુગરમાન રહે. પાડાપોળનાં નાકે વ્હોરવાડ નડીયાદ,મોહસીન ગફારભાઈ મોટાના રહે.અમન સોસાયટી નડીયાદ,હાર્દિક હસમુખભાઈ પટેલ રહે,પંડયા શેરી ડભોઈ,સંજયભાઈ લતીફભાઈ ચુનીયા રહે.પરિવાર સોસાયટી નડીયાદ સહીત 15 નબીરાઓને ઝડપી પાડી તેઓનો મેડીકલ અને કોરોનાં ટેસ્ટ કરાવવામાં આવ્યો હતો.
મહત્વનું છે કે આ બનાવમાં દારૂનાં નશામાં પકડાયેલા નબીરાઓ તેમજ ખેતર માલિક નિહાલ રાઠોડ રહે.વડોદરા સહિત 15 આરોપીઓ વિરૂદ્ધ દારૂબંધી ધારા હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી છે.પોલીસે ધટના સ્થળેથી દારૂની અડધી બોટલ જેમાં 500 મીલી દારૂ,તેમજ બીયરનાં 10 નંગ ટીન અને 6 નંગ ખાલી ટીન,વેફરનાં પડીકા,દારૂ પીવા માટેનાં ગ્લાસ તેમજ ત્રણ કાર અને મ્યુઝીક સીસ્ટમ સહીત રૂપિયા 20,35,410નો મુદ્દામાલ કબ્જે કરી આંકલાવ પોલીસ મથકે દારૂબંધી ધારા હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે .
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.