જીવલેણ અકસ્માત:તારાપુરમાં અજાણ્યા વાહને ટક્કર મારતા બાઇક સવારનું ઘટના સ્થળે જ મોત

આણંદએક મહિનો પહેલા
  • કૉપી લિંક
પ્રતિકાત્મક તસવીર - Divya Bhaskar
પ્રતિકાત્મક તસવીર

તારાપુર પાસે વટામણ ધોરી માર્ગ પર બાઈક પર જતાં યુવકને અજાણ્યા વાહને ટક્કર મારતા ઘટના સ્થળે મોત નીપજ્યું હતું. આ અંગે તારાપુર પોલીસે ગુનો નોંધ્યો હતો. ભાવનગરના ઉમરાળા તાલુકાના ઇગોરાળા ગામે રહેતા સુભાષ સવજીભાઈ સોલંકી સુરત ખાતે રહે છે. તેમના કાકાનો દિકરો ભૌતીક વલ્લભભાઈ ચૌહાણ પણ ખાનગી કંપનીમાં નોકરી કરે છે. દરમિયાન 21મીના રોજ સવારના ભૌતિક સુરતથી ઇંગોરાળા ખાતે દિવાળીના તહેવાર નિમિત્તે બાઇક લઇને નિકળ્યો હતો. તેમની સાથે અન્ય બાઇક પર સુભાષ અને તેનો મિત્ર પણ હતાં. તેઓ આગળ પાછળ ચાલતાં હતાં.
​​​​​​​પોલીસે અજાણ્યા વાહન ચાલક સામે ગુનો નોંધ્યો
​​​​​​​
આ દરમિયાન તારાપુર મોટી ચોકડી પસાર કરી જતા હતા તે સમયે ભૌતીક બાઇક પર આગળ નિકળ્યો હતો અને એકાદ કિલોમીટર આગળ જતાં સાડા નવેક વાગ્યા આસપાસ ફતેપુરા બ્રીજ પાસે અકસ્માત થયો હતો. આથી, તુરંત સુભાષ અને તેના મિત્ર ફતેપુરા બ્રિજ પર પહોંચ્યાં હતાં અને તપાસ કરતાં ભૌતીકના બાઇકને કોઇ અજાણ્યા વાહને ટક્કર મારતાં તે ફંગોળાયો હતો. જેના કારણે તેને માથામાં ગંભીર ઇજા પહોંચતા સ્થળ પર જ મોત થયું હતું. આ અંગે તારાપુર પોલીસે અજાણ્યા વાહન ચાલક સામે ગુનો નોંધ્યો હતો.

અન્ય સમાચારો પણ છે...