અકસ્માત:આણંદના જોળ ગામે અજાણ્યા વાહનની ટક્કરે બાઈક સવારનું મોત

આણંદએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • વાંસખીલીયાના આધેડ સામાજીક કામે વડતાલ જઇ રહ્યા હતાં તે દરમિયાન અકસ્માત સર્જાયો
  • વિદ્યાનગર પોલીસે અજાણ્યા વાહન ચાલક સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી

આણંદના જોળ ગામે અજાણ્યા વાહનની ટક્કરે બાઇક સવારનું મોત થયું હતું. વાંસખીલીયાના 54 વર્ષિય આધેડ બાઈક લઇ વડતાલ સામાજીક પ્રસંગે જઇ રહ્યા હતા. આ દરમિયાન અજાણ્યા વાહન ચાલકે જોરદાર ટક્કર મારતાં તે ફંગોળાઇ ગયાં હતાં. જેના કારણે તેમને ગંભીર ઇજા પહોંચતાં સારવાર માટે હોસ્પિટલમાં લઇ ગયાં હતાં. જ્યાં તેમનું મૃત્યું નિપજ્યું હતું. આ અંગે વિદ્યાનગર પોલીસે અજાણ્યા વાહન ચાલક સામે ગુનો નોંધ્યો હતો.

વાંસખીલીયાના વૃંદાવન વાડી વિસ્તારમાં રહેતા ચિરાગકુમાર પરમારના પિતા શનાભાઈ રેવાભાઈ પરમાર (ઉ.વ.54) 13મી એપ્રિલના રોજ ભત્રીજા રતનસિંહ પરમાર, હરેશ પરમાર સાથે બાઇક લઇ વડતાલ સામાજીક પ્રસંગે જવા નિકળ્યાં હતાં. આ દરમિયાનમાં મોડી રાત્રે શનાભાઈને અકસ્માત થયાની જાણ થતાં ચિરાગકુમાર તુરંત કરમસદ હોસ્પિટલ પહોંચ્યાં હતાં. જ્યાં તપાસ કરતાં શનાભાઈને મૃત્યુ પામેલા જાહેર કર્યાં હતાં. પૂછપરછ કરતાં જાણવા મળ્યું હતું કે, વડતાલથી વાંસખીલીયા ઘરે પરત આવતાં હતાં, તે દરમિયાન રતનભાઈ બાઇક ચલાવતાં હતાં અને જોળ ખોડીયારનગર નોલેજ સ્કૂલની બાજુમાં આવતા અજાણ્યા ફોર વ્હીલર ગાડીએ અચાનક પુર ઝડપે વડતાલ તરફ જતી હોય સામેથી આવી બાઇકને જોરદાર ટક્કર મારી હતી. જેના કારણે ત્રણેયને ગંભીર ઇજા પહોંચતાં 108માં સારવાર માટે કરમસદ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યાં હતાં. આ અંગે વિદ્યાનગર પોલીસે અજાણ્યા વાહન ચાલક સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...