અકસ્માતમાં મોત:આંકલાવના ભેટાસી નજીક મિક્સરની ટક્કરે નોકરીએ જઇ રહેલા બાઇક સવારનું મોત

આણંદએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • આમરોલનો યુવક બાઇક પર નોકરી પર જતો હતો તે દરમિયાન અકસ્માત સર્જાયો

આંકલાવના ભેટાસી (બા - ભાગ) પાસે પુરપાટ ઝડપે જતા મિક્સરે બાઇક સવાર યુવકને ટક્કર મારતાં તેને ગંભીર ઇજા પહોંચી હતી. જેનું સારવાર દરમિયાન મોત નિપજ્યું હતું. આ અંગે વાસદ પોલીસે મિક્સરના ચાલક સામે ગુનો નોંધ્યો હતો.

આંકલાવ તાલુકાના આમરોલ ગામે મહાદેવવાળા ફળિયામાં રહેતા ઇન્દુબહેન રામાભાઈ પરમારનો મોટો દિકરો મહેન્દ્ર (ઉ.વ.31) 13મીના રોજ સાંજના નવેક વાગ્યાના સુમારે ઘરેથી વડોદરા નંદેસરી મુકામે કંપનીમાં નોકરીએ જવા નિકળ્યાં હતાં. તેઓ આમરોલીથી વડોદરા વાયા વાસદ થઇ જતાં હતાં, તે દરમિયાન અંબાલી - ભેંટાસી વચ્ચે ભગવાનપુરા સ્ટેન્ડ નજીક જતા એક મિક્સર ગાડી (નં.GJ-23-X-8343)ની સાથે અકસ્માત સર્જાયો હતો. જેમાં મહેન્દ્રભાઈને માથામાં ગંભીર ઇજા પહોંચતાં સારવાર માટે વાસદ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યાં હતાં. જ્યાં ફરજ પરના ડોક્ટરે મૃત્યુ જાહેર કર્યા હતા. આ અંગે વાસદ પોલીસે મિક્સર ચાલક સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...