અકસ્માત:ઉમરેઠના અરડી નજીક ઘર પાસે રમી રહેલા બાળકને બાઈક ચાલકે અડફેટે લેતા ગંભીરઈજા

આણંદ10 દિવસ પહેલા
  • કૉપી લિંક

ઉમરેઠના અરડી ગામમાં જલુજીની મુવાળી નજીક પુરઝડપે જઈ રહેલા બાઈક ચાલકે રોડ ઉપર રમતા બાળકને અડફેટે લીધો હતો. જેથી બાળકને ગંભીર ઇજા પહોંચી હતી. આ બનાવ અંગે ભાલેજ પોલીસે બાઈક ચાલક વિરુદ્ધ અકસ્માતનો ગુનો નોંધ્યો હતો.
​​​​​​​બાળકને સારવાર માટે ખસેડાયો
ઉમરેઠ તાલુકાના અરડી જલુજીની મુવાળીમા રહેતાં અર્જુનભાઈ દીપાભાઇ ડાભી મંજૂરી કામ કરે છે. બુધવારના રોજ તેઓ મજૂરીકામ માટે નડિયાદ ગયાં હતાં. તે સમયે સવારના સવા આઠ વાગ્યાના સમયે તેમની પત્ની રાધાએ તેમને ફોન કરીને જણાવ્યું હતું કે, આપણો દીકરો રાહુલ (ઉ.વ.9) ઘર આગળ રોડ ઉપર રમતો હતો. તે સમયે સવારના આશરે આઠ વાગ્યાના સમયે મુવાળીમાં જ રહેતાં તેમના સગા જેઠ ગોપાલભાઈ દિપાભાઈ ડાભી પોતાનું મોટરસાયકલ પુરઝડપે લઈ આવી રાહુલને અથડાવતા રાહુલને ગંભીર ઇજા પહોંચી છે. આથી, રાહુલને પ્રથમ સારવાર માટે ઉમરેઠ જનરલ હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યો હતો. જ્યાંથી વધુ સારવાર માટે નડિયાદ હોસ્પિટલમાં લઇ જવામાં આવ્યો હતો. જ્યાં તેનું જમણા હાથે ઓપરેશન કરવામાં આવ્યું હતું. આ બનાવ અંગે અર્જુનભાઈ ડાભી એ ભાલેજ પોલીસ મથકે ફરિયાદ નોંધાવતાં પોલીસે મોટરસાયકલ ચાલક ગોપાલભાઈ દિપાભાઇ ડાભી વિરુદ્ધ અકસ્માતનો ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...