તપાસ:ઝારખંડથી લાવેલા તમંચા કારતૂસ સાથે શખસ ઝબ્બે

આણંદ13 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • પેટલાદ તાલુકાના રવિપુરા પાસેની ઘટના
  • કોર્ટે એક દિવસના રિમાન્ડ મંજૂર કર્યા

પેટલાદ તાલુકાના રવિપુરા ચોકડીથી મોરડ તરફ જવાના રોડ પરથી મહેળાવ પોલીસે દેશી રીવોલ્વર અને જીવતા છ નંગ કારતુસ સાથે રવિપુરાના 22 વર્ષીય ધર્મેશ ઉર્ફે ભાથી મફત સોલંકીને ઝડપી પાડ્યો હતો. પોલીસે તેને ઝડપી પાડી બુધવારે કોર્ટમાં રજૂ કર્યો હતો. જ્યાં કોર્ટે તેના એક દિવસના રિમાન્ડ મંજૂર કર્યા હતા.

મહેળાવ પોલીસ સૂત્રોના જણાવ્યા અનુસાર, છૂટક મજૂરીકામ કરતાં ધર્મેશ સોલંકીએ દેશી રીવોલ્વર અને કારતુસ તેના ઝારખંડ રહેતા એક મિત્રએ આપ્યા હોવાનું કબૂલ્યું હતું. જેને પણ પોલીસે દબોચી લીધો હતો. જોકે, ક્યા કારણોસર તે લાવ્યો હતો તે અંગે પોલીસે પૂછપરછ કરતાં ધર્મેશ કંઈ સંતોષકારક જવાબ આપી શક્યો નહોતો.

અને બે મોંઢાવાળા સાપ બતાવવા બાબતે લાગેલી શરતને લઈને તેના મિત્રએ શસ્ત્ર આપ્યા હોવાનું જણાવ્યું હતું. જોકે, પોલીસને તેના જવાબમાં કંઈ તથ્ય ન જણાતાં તેના રહેણાંક વિસ્તારમાં તપાસ હાથ ધરી હતી. જેમાં તેની પત્ની રિસાઈને પિયર ગઈ હોવાનું ખૂલ્યું હતું. પકડાયેલા શખસે આ બાબતે કંઈ ફોડ પાડ્યો નહોતો પરંતુ આ દિશામાં શખસ કંઈ કાંડ કરવાનો હોઈ શકે તેમ અનુમાન સેવી રહી છે. જેને પગલે પોલીસ દ્વારા હાલમાં એ દિશામાં પણ તપાસ હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...