• Gujarati News
  • Local
  • Gujarat
  • Anand
  • A 71 year old Man At Anand's T Square Hospital Finally Defeated Corona After 28 Days Of Treatment, Bringing Hard Work To The Doctors.

મક્કમ મનોબળ:આણંદની ટી-સ્કવેર હોસ્પિટલમાં 71 વર્ષીય વૃદ્ધે 28 દિવસની સારવાર બાદ અંતે કોરોનાને હરાવ્યો, ડોક્ટરોની મહેનત રંગ લાવી

આણંદ8 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • કોરોનાની અતિજોખમી પરિસ્થિતિમાં વિરપુરના વૃદ્ધને નવજીવન મળતા પરિવાર ભાવુક થયો
  • નિરાશ વૃદ્ધેને દવા સાથે ડોકટરોના હકારાત્મક અભિગમે રોગ સામે લડાયકતા જગાવી

આણંદ શહેરની રૂટ ફાઉન્ડેશન સંચાલિત ટી-સ્કવેર હોસ્પિટલમાં ગયા મહિને અતિ જોખમી હાલતમાં દાખલ થયેલા કોરોનાગ્રસ્ત 71 વર્ષિય વૃદ્ધની સઘન સારવારના પગલે 28 દિવસની ઝંઝાવાતી સારવાર બાદ નવજીવન મળતાં પરિવાર ભાવુક થયો હતો અને ડોકટર્સને પણ સફળ સારવારનો ગર્વ થયો હતો.

કોરોના સંક્રમણની આવી અતિજોખમી સ્થિતિમાં બહુ ઓછા કેસમાં મળતી સફળતા પાછળ હોસ્પિટલના ડોક્ટરો ટીમ દ્વારા દવા ઉપરાંત દર્દીને સતત જીવન પ્રત્યેની આશા અને રોગ સામે જીત મેળવવા આપતું હકારાત્મકતા પ્રોત્સાહનની ચમત્કારીક અસર થઈ હતી. હાલ આ વૃદ્ધને આનંદીત થઇ તેમના ઘરે સ્વસ્થ જીવન જીવવા રજા મળતા હોસ્પિટલ સ્ટાફ અને ડોકટર્સ પ્રત્યે આભારના ભાવ સાથે પરિવારજનોની આંખમાં ઝળઝળિયાં ઝરી ગયા હતા.

વૃદ્ધને 18મી એપ્રિલના રોજ સારવાર માટે હોસ્પિટલમાં લાવવામાં આવ્યાં

આણંદની ટી-સ્કવેર હોસ્પિટલના ડો. જૈમીનભાઈ માનસુરિયાએ જણાવ્યું હતું કે, વિરપુર તાલુકાના ખેરોલી ગામે રહેતા રણછોડભાઈ નાથાભાઈ પટેલ (ઉ.વ.71)ને કોરોના પોઝિટિવ આવ્યો હતો અને તેમને ખૂબ જ અતિગંભીર હાલતમાં 18મી એપ્રિલના રોજ સારવાર માટે હોસ્પિટલમાં લાવવામાં આવ્યાં હતાં. તેમની હાલત જોઈને લાગતું નહોતું કે સારવાર સફળ નીવડશે. પરંતું, અંદરનો ડોક્ટર જાગતો હતો અને તે પ્રત્યેક દર્દી બચાવવા માટે છેલ્લી કક્ષાના આધુનિક પ્રયત્નો કરવા સંકલ્પિત હતો. આથી, દર્દીને તાત્કાલિક ઓક્સિજન પર લીધાં હતાં.

અહીં હાઈ ફ્લો ઓક્સિજન બેથી ત્રણ દિવસ આપ્યા બાદ જરૂરી દવા અને ઇન્જેકશન આપ્યાં હતાં. પરંતુ સ્થિતિ સુધરવાના બદલે વધુ બગડતા વેન્ટીલેટર પર સારવાર શરૂ કરવામાં આવી હતી. આ દરમિયાન તેમનુ ચેકઅપ કરાતાં કોરોનાને કારણે નિમોનિયા થયો હતો. આ ઉપરાંત પ્લેટલેટ પણ ઓછાં હતાં. આવા કિસ્સામાં દર્દીના સાજા થવાની શક્યતા બહુ જ ઓછી હોય છે.

આધુનિક દવા અને સારવારનો પ્રયોગ કરતાં ફેફસા રિકવર થયાં

આ વિકટ પરિસ્થિતિમાં હિંમત હાર્યા વગર સારવાર શરૂ કરી હતી. પ્રથમ ડોક્ટરની ટીમ દ્વારા પ્લેટલેટ વધારવા ભારે ઇન્જેકશન આપ્યાં હતાં. જેમાં સફળતા મળતાં આત્મવિશ્વાસ વધ્યો હતો. બાદમાં પ્લાઝમા, એન્ટીબાયોટીક સહિતની આધુનિક દવા અને સારવારનો પ્રયોગ કરતાં ફેફસા પણ રિકવર થયાં હતાં. આખરે 28 દિવસની ઝંઝાવાતી મહેનત રંગ લાવી હતી અને રણછોડભાઈ સ્વસ્થ થયાં હતાં. હોસ્પિટલમાં અને પરિવારજનોમાં પણ એક અલગ હર્ષની લાગણી ઉભી થઇ જણાતી હતી.

મહત્વનું છે કે, આ કેસમાં દર્દીની નિરાશ માનસિકતા પણ સારવારની સફળતામાં મોટું બાધક સાબિત થતું હોય છે. જેથી આ વૃધ્ધ દર્દીને ડોકટર્સ અને સ્ટાફ દ્વારા સતત હકારાત્મક પ્રોત્સાહક વાતો અને અભિગમ દાખવી કરી રોગ સામે લડી લેવાની અને ફરી જીવન જીવવાની માનસિકતા નિર્માણ કરી હતી. આ અભિગમને રણછોડભાઈમાં પોઝિટિવ એનર્જી વધી હતી. તેમના તરફથી પણ સહકાર મળતો હતો અને તેમને જીવન જીવવાની જીજીવીશા જાગતા દવાની અસરકારક્તા પણ વધી હતી. જે કારણે અતિજોખમી અને જીવલેણ કક્ષાએ પહોંચી ગયેલા કોરોના સંક્રમણને નષ્ટ કરવામાં ડોક્ટર્સને સફળતા મળી હતી.

28 દિવસે 71 વર્ષીય રણછોડભાઈ સ્વસ્થ થયાં

મહત્વનું છે કે, રુટ્સ ફાઉન્ડેશન દ્વારા મફત ટિફિન, મેડિકલ ચેક અપ કેમ્પ અને નિઃશુલ્ક એમ્બ્યુલન્સ સેવા સહિતના લોક ઉપયોગી આરોગ્યલક્ષી સેવા પ્રકલ્પો ચાલે છે. ટી સ્કવેર હોસ્પિટલના અનુભવ અંગે વૃધ્ધ દર્દી રણછોડભાઈના જમાઇ જયેશભાઈ પટેલે જણાવ્યું હતું કે, રણછોડભાઈને 17મી એપ્રિલે તાવ આવતા લુણાવાડા લઇ રિપોર્ટ કર્યાં હતાં. જ્યાં સારવારની જરૂર પડી હતી. જોકે, લુણાવાડામાં ઓક્સિજનની સગવડ ન હોવાથી બાલાસિનોર લાવ્યાં હતાં. પરંતુ ત્યાં પણ ટાંચા સાધનો હોવાથી આખરે આણંદની ટી સ્કવેર હોસ્પિટલમાં લાવ્યાં હતાં. અહીં મળેલી અદ્યતન સઘન સારવારના પગલે રણછોડભાઈ સ્વસ્થ થયાં છે. અમે આ હોસ્પિટલ, તેના સ્ટાફ અને ડોકટર્સના સદા ઋણી રહીશું. અહીં સારવાર દરમિયાન નિભાવતો સેવભાવ અને સદાચાર જ દર્દીમાં રોગ સામે જીતવાની હિંમત ઉભી કરે છે.

અન્ય સમાચારો પણ છે...