તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

આત્મહત્યા:આણંદમાં દાબેલીની લારી ચલાવી ઘર ચલાવતાં 45 વર્ષીય પુરુષે ગળે ફાંસો ખાઇ જીવન ટૂંકાવ્યું, સપ્તાહમાં બીજો બનાવ

આણંદ3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • પિતાથી અલગ રહેતાં જીતેન્દ્રે પિતાના ઘરમાં જઇને આત્મહત્યાં કરી

આણંદમાં ચાલુ સપ્તાહે આત્મહત્યાનો વધુ એક બનાવ નોંધાતા ચકચાર મચી છે. આણંદ સી.પી.પટેલ કોલેજ પાસેના મકાનમાં એક પરિણીત પુરુષે કોઈ અગમ્ય કારણેસર આત્મહત્યા કરી લેતા વિસ્તારમાં અરેરાટી વ્યાપી છે. શાંત લાગતા વ્યક્તિને શુ દુઃખ થયું કે તેણે આત્મહત્યા કરી? તેવા પ્રશ્નોએ પરિવારજનો અને સગા વ્હાલાઓમાં મનને ઘેર્યું છે. આત્મહત્યાની ઘટનાના સમાચાર મળતા જ પોલીસ કાફલો ઘટના સ્થળે પહોંચ્યો હતો અને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.

પ્રાપ્ત માહિતી મુજબ, આણંદમાં દાબેલીની લારી ચલાવી ઘર ચલાવતાં 45 વર્ષીય જીતેન્દ્ર વિનોદભાઈ પ્રજાપતિએ આત્મહત્યા હત્યા કરતા ચકચાર મચી છે. બે પુખ્તવયના સંતાનોના અને પત્ની સાથે નાની ખોડિયાર રોડ તરફ સોસાયટીમાં પિતાથી અલગ સ્વતંત્ર ઘરમાં રહેતા હતા.

આજરોજ સવારના 10થી 11 વાગ્યાના સુમારે જીતેન્દ્રભાઈ પ્રજાપતિએ સી.પી.પટેલ કોલેજ પાસેના પિતાને ઘરે ગળે ફાંસો લગાવી આત્મહત્યા કરતા વિસ્તારમાં અરેરાટી વ્યાપી છે. પરિવારજનો અને સ્નેહીમિત્રોમાં શોકની લાગણી પ્રસરી હતી. માતા પિતા અને ભાઈના રુદન અને આક્રંન્દથી વિસ્તારનું વાતાવરણ ગમગીન બન્યું હતું.

મહત્વનું છે કે, સ્થાનિકોમાં મૃતક અને તેના પત્ની તેમજ પુત્રો સાથેના વારંવાર નાના મોટા ઝગડા થતા હતા. ગૃહક્લેશ થી કંટાળી મૃતકે જીવન ટૂંકાવ્યું હોવાની પ્રાથમિક માહિતી પ્રાપ્ત થઈ રહી છે. જોકે, પોસ્ટમોર્ટમ રિપોર્ટ અને પોલીસ તપાસમાં સાચું કારણ બહાર આવશે તેમ જણાઈ રહ્યુ છે. મહત્વનું છે કે મૃતકને પરિવારમાં પત્ની લક્ષ્મીબેન તેમજ બે પુત્રો અરુણ (ઉવ.25) અને વિશાલ ઉવ.18) છે. બન્ને પુત્રો અપરિણીત છે અને સ્વતંત્ર નોકરી ધંધો કરે છે.

અન્ય સમાચારો પણ છે...