આણંદના બાકરોલ ગામમાં આવેલી શક્તિ કૃપા સોસાયટીમાં રહેતાં 22 વર્ષના યુવકે કોઈ અગમ્ય કારણોસર કેબલના વાયર વડે ગળે ફાંસો ખાઈને આત્મહત્યા કરી લીધી હતી. વિદ્યાનગર પોલીસ મથકે ફરિયાદ નોંધાઇ છે.
આણંદના બાકરોલ ગામમાં આવેલ શક્તિકૃપા સોસાયટીમાં રહેતાં મેહુલ ભુપેન્દ્રભાઈ ભોઈએ શનિવાર સવારના સમયે કોઈ અગમ્ય કારણોસર કેબલના વાયર વડે ગળે ફાંસો ખાઈ આત્મહત્યા કરી લીધી હતી. આ ઘટનાની જાણ પરિવારજનોને થતાં તેઓ ગભરાઈ ગયા હતા.
બુમા બુમ કરતા આજુબાજુના લોકો દોડી આવ્યા હતા. આખરે પરિવારના સભ્યોએ વિદ્યાનગર પોલીસ મથકે જાણ કરી હતી. વિદ્યાનગર પોલીસની ટીમ ઘટના સ્થળે દોડી જઈને મેહુલ ભોઈનો મૃતદેહ નીચે ઉતારી જરૂરી કાર્યવાહી કરી પોસ્ટમોર્ટમ માટે સરકારી હોસ્પિટલમાં મોકલી આપ્યો હતો.
બીજી બાજુ વિદ્યાનગર પોલીસે આ અંગે અપમૃત્યુનો ગુનો દાખલ કરી આગળની તપાસ હાથ ધરી છે. પાલીસે હાલ તો યુવકે કયા કારણોસર આત્મહત્યા કરી છે તે અંગે જાણકારી મેળવવા આજુબાજુ ના લોકોની પૂછપરછ હાથ ધરી હતી. તેમજ મિત્ર વર્તુળમાં તપાસ હાથ ધરી છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.