આપઘાત:કરમસદમાં 20 વર્ષની પરિણીતાએ લગ્નના 3 માસમાં જ ગળેફાંસો ખાઇ જીવન ટુંકાવ્યું

આણંદ15 દિવસ પહેલા
  • કૉપી લિંક
પ્રતિકાત્મક તસવીર - Divya Bhaskar
પ્રતિકાત્મક તસવીર
  • પોલીસને જાણ થતાં અકસ્માતે મોતનો ગુનો દાખલ કર્યોં

કરસમદ ગામે રહેતી 20 વર્ષીય મહિલાએ લગ્નના ત્રણ માસબાદ સોમવારે પોતાના ઘરે ગળેફાંસો ખાઇને જીવન ટુંકાવ્યું હતું. જેને લઇને અનેક ચર્ચાઓ ચોર પકડયું છે.જે અંગે વિદ્યાનગર પોલીસ મથકે ફરિયાદ નોંધાઇ છે. પ્રાપ્ત માહિતી અનુસાર કરમસદ ગામે રહેતા જાગૃતિબેન પ્રયાસકુમાર બિહોલાના ત્રણ માસ અગાઉ જ લગ્ન થયા હતા. ટુંકાગાળાના લગ્નજીવન દરમિયાન કોઇ અગમ્ય કારણોસર સોમવાર સવારે 10.30 વાગ્યાના અરસામાં પોતાના ઘરમાં ગળેફાંસો ખાઈને મોતને વહાલું કર્યું હતું.

આ બાબતની જાણ પરિવારજનોને થતા તેઓએ વિદ્યાનગર પોલીસ મથકે જાણ કરતા પોલીસ ઘટના સ્થળે દોડી ગઈ હતી. અને મૃતક પરિણીતા નો મૃતદેહ નીચે ઉતારી જરૂરી કાર્યવાહી કરી પોસ્ટમોર્ટમ માટે સરકારી હોસ્પિટલમાં મોકલી આપ્યો હતો. આ બનાવ અંગે વિદ્યાનગર પોલીસે અપમૃત્યુ નોંધ દાખલ કરી આગળની તપાસ હાથ ધરી છે.વિદ્યાનગર પોલીસે બનાવ અંગે મરનાર યુવતીના પરિવારજનોને જાણ કરતા તેઓ સ્થલ પર દોડી આવ્યાં હતાં. હાલ તો પોલીસે સ્થાનિક લોકોની પૂછપરછ હાથ ધરી છે. યુવતી સાથે કોઈ ઘટના બની છે કે નહીં તેની તપાલ હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...