ભાસ્કર વિશેષ:આણંદ જિલ્લામાં 97.61 ટકા શિયાળુ પાકનું વાવેતર

આણંદ13 દિવસ પહેલા
  • કૉપી લિંક
પેટલાદ પંથકના  ખેતરોમાં વાવેતર કરેલ રાયડા પરના પીળા ફૂલોનો મોર ખેતરોમાં ખીલી ઉઠ્યો છે. - Divya Bhaskar
પેટલાદ પંથકના ખેતરોમાં વાવેતર કરેલ રાયડા પરના પીળા ફૂલોનો મોર ખેતરોમાં ખીલી ઉઠ્યો છે.
  • પાકોનું વાવેતર 2.39 ટકા ઘટ્યું જ્યારે શાકભાજીનું વાવેતર 4560 હેક્ટર વધ્યું

આણંદ જિલ્લામાં દર વર્ષે 1.70 લાખ હેકટરમાં જુદા જુદા પાકનું વાવેતર થાય છે. તેની સામે ચાલુ વર્ષે 97.61 ટકા શિયાળુ પાકનું વાવેતર થયું છે. જેમાં સૌથી વધુ વાવેતર તમાકુનું 37.26 ટકા, ઘઉં 31.83 ટકા અને શાકભાજીનું 12.52 ટકા વાવેતર થયું છે. જયારે અન્ય પાકોનું વાવેતર 18.39 ટકા થયું છે. તેમાં સૌથી વધુ 34,650 હેકટરમાં વાવેતર થતાં 19.82 ટકા જેટલું વાવેતર થયું છે.

આણંદ જિલ્લામાં ચાલુ વર્ષે શિયાળા પાકનું વાવેતર 166792 હેકટરમાં થયું છે. જેમાં ઘંઉનું વાવેતર 54394 હેકટરમાં થયું છે. ગત વર્ષ કરતાં 1100 હેકટર ઓછું વાવેતર છે. જયારે ગત વર્ષ કરતા નજીવા વધારા સાથે તમાકુનું 63671 હે.માં વાવેતર થયું છે. જયારે શાકભાજીનું વાવેતર 21396 હે.માં થયું છે. આમ ગત વર્ષ કરતાં 4560 હેકટરમાં શાકભાજીનું વાવેતર વધ્યું છે. જયારે બાગયતી પાકોનું 1470 હેકટરમાં, બટાકાનું 1616 હેકટરમાં વાવેતર થયું છે.

આમ આણંદ જિલ્લાના ખેડૂતો શાકભાજી પાક તરફ વળ્યા છે. જયારે આણંદ તાલુકાના કેટલાંક ખેડૂતોએ ફુલોની ખેતી તરફ વળ્યા છે. આણંદ તાલુકાના કુંજરાવ અને ખંભોળજ વિસ્તારમાં ફુલોની ખેતી મોટા પ્રમાણમાં થાય છે. ખાસ કરીને ગુલાબની ખેતી 200 હેક્ટરમાં આણંદ તાલુકામાં થઈ છે ત્યારે ટામેટાના પાક સાથે હઝારીના ફૂલોની ખેતી કરવામાં આવે છે.

આણંદ જિલ્લામાં વિવિધ પાકોનું વાવેતર

તાલુકોઘઉંચણાતમાકશાકભાજીઘાસચારો
આણંદ2938391088288823580
આંકલાવ3050361838232509
બોરસદ1869741725844783546
ખંભાત16660494797099301718
પેટલાદ332701316710661056
સોજીત્રા8113032121508500
તારાપુર20192202748349611
ઉમરેઠ2990198578023502390
કુલ543947284636712139615910
અન્ય સમાચારો પણ છે...