તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

વેક્સિનેશન:આણંદ જિલ્લામાં પ્રથમ દિવસે 18 થી 44 વયમાં 96 % રસીકરણ

આણંદ8 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • 45 વયથી ઉપરના 2427 લોકોએ 29 કેન્દ્રો પરથી રસી મુકાવી હતી

આણંદ જિલ્લામાં 18 થી 44 વર્ષના લોકોને વેક્સિન પ્રારંભ થયો છે. તે માટે જિલ્લામાં 6000 ડોઝ આવ્યા હતા. જે 30 કેન્દ્ર પર ફાળવવામાં આવ્યા હતા. જેમાં 5743 લોકોએ વેક્સિન લાભ લીધો હતો.આમ જિલ્લામાં પ્રથમ દિવસે 96 ટકા રસીકરણ થયું છે. આ ઉપરાંત 45 વર્ષથી ઉપરના લોકોમાં 29 કેન્દ્રમાં વ્યવસ્થા કરાઇ હતી.જેમાં 2427 લોકોને વેક્સિન મુકવામાં આવી હતી. જો કે તંત્રની ખામીના કારણે અનેક લોકોને રસી મુકાયા વગર પરત ફરવાનો વારો આવ્યો હતો.

આણંદ જિલ્લામાં આણંદ શહેરમાં 2 અને વિદ્યાનગરમાં 1 તથા તાલુકામા 5 કેન્દ્ર પર રસીકરણ યોજાયું હતું.જયારે બોરસદ,પેટલાદ અને ખંભાતમાં પાંચ પાંચ કેન્દ્ર પર , ઉમરેઠ,તારાપુર અને સોજીત્રામાં બે બે કેન્દ્ર પર રસીકરણની કામગીરી યોજવામાં આવી હતી. 18 વર્ષથી ઉપરના યુવકો રસી મુકાવવા માટે ભારે ઉત્સાહ જોવા મળ્યો હતો. જેમાં 18 થી 30 વર્ષના 72 ટકા યુવાનો વેક્સિન લીધી હતી. જયારે બાકીના 30થી 44 વર્ષના 28 ટકા લોકોએ વેક્સિન લીધી હતી. આણંદ શહેર સહિત જિલ્લાના રસીકેન્દ્ર કેન્દ્ર પર સવારથી વેક્સિન મુકવા માટે ભીડ જામી હતી. જોકે પ્રથમ દિવસે અોનલાઈન રજીસ્ટ્રેશનના પગલે 5 ટકા બહારના લોકોએ વેક્સિનેશનનો લાભ લીધો હતો. જ્યારે કેટલાકને બીજા તાલુકામાં પણ રસી મુકાવવા જવાનો વારો આવ્યો હતો.

તાલુકા વાઈઝ રસીકરણ

તાલુકાડોઝરસીકરણ
આણંદ16001502
આંકલાવ200178
પેટલાદ1000958
બોરસદ1000928
ખંભાત1000916
ઉમરેઠ400365
તારાપુર400319
સોજીત્રા400381

વેક્સિન સ્લોટ જે વ્યકિતના નામે ફાળવાયો હશે તેને મુકાશે

આણંદ જિલ્લામાં 30 કેન્દ્રપર વ્યવસ્થા કરાઇ હતી. જેમાં રજીસ્ટ્રેશન કરનારને ઓટીપી નંબર આવ્યા બાદ કેન્દ્રની પસંદ કરવાથી સ્લોટ ઓનલાઇન રાજયકક્ષાએ ફળવાય છે.જેમાં જે વ્યકિત જે કેન્દ્ર પસંદ કર્યુ હોય ત્યાં જ સ્લોટ ફાળવવામાં આવે છે. જેથી જે વ્યકિતને સ્લોટ ફાળવ્યો હશે તેવા લોકોને વેક્સિન મુકવામાં આવશે. > એમ.ટી.છારી, જિલ્લા આરોગ્ય અધિકારી

અન્ય સમાચારો પણ છે...