• Gujarati News
  • Local
  • Gujarat
  • Anand
  • 9487 Candidates Got Jobs In The Year 2021 Through District Employment Office In Anand, 72 Recruitment Fairs Were Organized

યુવાનોને મળી રોજગારી:આણંદમાં જિલ્લા રોજગાર કચેરી થકી વર્ષ-2021માં 9487 ઉમેદવારોને નોકરી મળી, 72 ભરતીમેળાનું કરાયું આયોજન

આણંદ6 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • વર્ષ દરમિયાન ભરતીમેળા થકી 1739 ઉમેદવારોની પ્રાથમિક પસંદગી કરાઈ હતી
  • ગુજરાત રાજ્યએ 3.42 લાખ યુવાનોને રોજગારી આપી સમગ્ર દેશમાં પ્રથમ ક્રમાંક મેળવ્યો

રાજ્યમાં યુવાધનના કૌશલ્યને થાળે પાડવાની મહત્વની કામગીરી હાથ ધરવામાં આવી છે. જેના અંતર્ગત આણંદ જિલ્લામાં રોજગાર કચેરી દ્વારા કુલ 9899 ખાલી જગ્યાઓ નોટીફાઇડ કરવામાં આવી હતી. જેની સામે કુલ 37005 ઉમેદવારોના નામની ભલામણ કરવામાં આવી હતી. જેમાંથી કુલ 9487 ઉમેદવારોને રોજગારી પ્રાપ્ત થઇ હતી.

શ્રમ અને રોજગાર વિભાગ હેઠળ કૌશલ્યસજજ યુવાનોને થાળે પાડવાની મહત્વની કામગીરી હાથમાં ધરવામાં આવી છે. જેના પરિણામે સમગ્ર દેશમાં રોજગાર કચેરીઓ દ્વારા રોજગારી પૂરી પાડવામાં દેશમાં ગુજરાત પ્રથમ ક્રમાંકે આવ્યું છે. ભારત સરકારના શ્રમ અને રોજગાર મંત્રાલય હેઠળના રોજગાર મહાનિયામક દ્વારા એપ્રિલ-2021માં પ્રસિદ્ધ થયેલ એમ્પ્લોયમેન્ટ એકસ્ચેન્જીસ સ્ટેટીસ્ટીકસ-2019 મુજબ વર્ષ-2018માં રોજગાર કચેરીઓ દ્વારા સમગ્ર દેશમાં આપવામાં આવેલ 4.4 લાખ યુવાનોને રોજગારીમાંથી ગુજરાત રાજ્યએ 3.42 લાખ યુવાનોને રોજગારી આપી સમગ્ર દેશમાં પ્રથમ નંબર આવ્યો છે.

5903 ઉમેદવારોને કેરિયર ગાઇડન્સનું માર્ગદર્શન અપાયું

આણંદ જિલ્લામાં રોજગાર કચેરી આણંદ દ્વારા વર્ષ 2021માં કરવામાં આવેલ કામગીરીની વિગતો આપતાં જિલ્લા રોજગાર અધિકારીએ જણાવ્યું હતું કે, રોજગાર કચેરી દ્વારા વર્ષ દરમિયાન 72 ભરતીમેળાઓનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં 1739 ઉમેદવારોની પ્રાથમિક પસંદગી કરવામાં આવી હતી. જ્યારે સંરક્ષણ ક્ષેત્રે કારકીર્દી બનાવવા માગતા યુવાનો માટે 30 દિવસના નિવાસી તાલીમવર્ગ ચલાવવામાં આવ્યા હતા. જેમાંથી 30 ઉમેદવારોને શારીરિક અને લેખિત કસોટી માટેની તાલીમ આપવામાં આવી હતી. જેમાંથી 6 (છ) ઉમેદવારો લોકરક્ષક દળની શારીરિક કસોટીમાં પાસ થયા હતા.આ ઉપરાંત જિલ્લા રોજગાર કચેરી દ્વારા 31 સ્વરોજગારી માર્ગદર્શન શિબિર યોજવામાં આવી હતી અને 95 શાળા તથા કોલેજોમાં કેરિયલ ગાઇડન્સ સેમિનારનું આયોજન કરી 5903 ઉમેદવારોને કેરિયર ગાઇડન્સનું માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.

20 વિદેશ રોજગાર માર્ગદર્શન સેમિનારો યોજાયા

આ કાર્યક્રમ દરમિયાન વિદેશમાં અભ્યાસ કે રોજગારી માટે ઇચ્છુક ઉમેદવારો માટે જિલ્લા રોજગાર કચેરી દ્વારા 20 વિદેશ રોજગાર માર્ગદર્શન સેમિનારો યોજવામાં આવ્યા જેનો 1217 ઉમેદવારોએ લાભ લીધો હતો. જિલ્લાના રોજગાર ઇચ્છુક ઉમેદવારો માટે રોજગાર સેવા સેતુ હેલ્પ લાઇન નંબર 6357390390 ચાલુ કરવામાં આવ્યો છે જેના જિલ્લાના 402 ઉમેદવારોએ આ હેલ્પલાઇનનો ઉપયોગ કરીને જરૂરી માર્ગદર્શન મેળવ્યું હતું.

અનુબંધમ પોર્ટલ ઉમેદવારો અને નોકરીદાતાઓને એક જ પ્લેટફોર્મ લાવવાનું કામ કરે છે

શ્રમ, કૌશલ્ય વિકાસ અને રોજગાર વિભાગ દ્વારા રોજગાર ઇચ્છુક ઉમેદવારો અને નોકરીદાતાઓને એક જ પ્લેટફોર્મ લાવવા અને નોકરીદાતાઓને સરળતાથી યોગ્ય લાયકાત ધરાવતા ઉમેદવારો મળી રહે તે માટે અનુબંધમ પોર્ટલ શરૂ કરવામાં આવ્યું છે. આ અનુબંધમ પોર્ટલ ઉપર 16124 ઉમેદવારો અને 2033 નોકરીદાતાઓ દ્વારા રજિસ્ટ્રેશન કરાવવામાં આવેલ હોવાનું જિલ્લા રોજગાર અધિકારીએ જણાવ્યું છે.

5 વર્ષ દરમિયાન 50 હજારથી વધુ લોકોને રોજગારી અપાઈ

રોજગાર અધિકારીએ જણાવ્યું હતું કે, જિલ્લા રોજગાર કચેરી દ્વારા છેલ્લા પાંચ વર્ષ દરમિયાન 50481 ઉમેદવારોને રોજગારી પૂરી પાડવામાં આવી હતી. જે પૈકી 152 રોજગાર ભરતીમેળાના આયોજન થકી 27652 ઉમેદવારોની પસંદગી કરવામાં આવી હતી.

ડિજિટલ માધ્યમથી ભરતીમેળામાં લોકોએ રોજગારી મેળવી

કોરોના સંક્રમણની પરિસ્થિતિમાં રોજગારી ગુમાવી ચૂકેલ ઉમેદવારોને રોજગારીની વિવિધ તકો પ્રાપ્ત કરાવવા માટે ડીજીટલ માધ્યમથી રોજગારી પૂરી પાડવાનો નવતર અભિગમ સરકારે અપનાવ્યો હતો. આ ડીજીટલ માધ્યમથી આણંદ જિલ્લામાં કચેરી દ્વારા વર્ષ-૨૦૨૦-૨૧માં 39 ઓનલાઇન ભરતીમેળાઓનું આયોજન કરવામાં આવ્યું હતું. જેના થકી 776 ઉમેદવારોની પસંદગી કરવામાં આવી હતી. આ ઉપરાંત છેલ્લા બે વર્ષ દરમિયાન 118 વેબિનારો યોજીને 9793 ઉમેદવારોને માર્ગદર્શન પુરૂં પાડવામાં આવ્યું હતું.

અન્ય સમાચારો પણ છે...