મેઘમલ્હાર:સોજિત્રામાં 92-ખંભાતમાં 81 મીમી સાથે જિલ્લો તરબોડ ,24 કલાકમાં સિઝનનો 5 ટકા વરસાદ

આણંદએક મહિનો પહેલા
  • કૉપી લિંક
સોજીત્રામાં  પોણા ચાર ઇંચ વરસાદથી તળાવ ભરાઇ ગયું - Divya Bhaskar
સોજીત્રામાં પોણા ચાર ઇંચ વરસાદથી તળાવ ભરાઇ ગયું
  • આણંદ તાલુકો સિઝનના 100 ટકા વરસાદના કિનારે
  • જિલ્લામાં​​​​​​​ સૌથી વધુ આણંદ તાલુકામાં 95.72 ટકા, સૌથી અોછો આંકલાવ તાલુકામાં 54.67 ટકા વરસાદ નોંધાયો

આણંદ જિલ્લામાં બે દિવસથી ઇન્દ્રદેવની કૃપા વરસી રહી છે. ખાસ કરીને ચાલુ વર્ષે સિઝનનો ઓછો વરસાદ ધરાવતા સોજિત્રા, તારાપુર અને ખંભાતમાં છેલ્લા 36 કલાક દરમિયાન સારો વરસાદ વરસ્યો છે. સોમવારે સાંજે 6 કલાકે પુરા થતા 36 કલાક દરમિયાન સોજિત્રા તાલુકમાં સર્વાધિક 92 એમ.એમ., તારાપુરમાં 81, ખંભાતમાં 79, પેટલાદમાં 50, આંકલાવ તાલુકામાં 38, આણંદમાં 18 અને ઉમરેઠમાં 8 મીલી મીટર જેટલો વરસાદ નોંધાયો હતો. જિલ્લામાં છેલ્લા 24 કલાકમાં જ સિઝનનો 5 ટકા વરસાદ નોંધાયો છે. રવિવાર સુધી 66.62 ટકા વરસાદ હતો જે 24 કલાકમાં વધીને 71.52 થયો હતો. આમ પાક માટે સંજીવનીરૂપ વરસાદના પગલે કિસાનોમાં આનંદ છવાઇ ગયો હતો.

સોજીત્રામાં પોણા ચાર ઇંચ વરસાદથી તળાવ ભરાઇ ગયું
સોજીત્રા તાલુકામાં અત્યાર સુધી છુટછવાયો વરસાદી ઝાપટા પડતાં હતા. તેના કારણે માત્ર 65 ટકા વરસાદ નોંધાયો હતો. મલાતજ, ડભોઉ, ગાડા સહિતના ગામ્ય વિસ્તારમાં પાણી ભરાઇ ગયા હતા. જયારે સોજીત્રા ગામના તળાવમાં ખૂબ ઓછું પાણી હતું તે એક રાતમાં ભરાઇ ગયું હતું. સોજીત્રા નગરપાલિકા સહિત આસપાસના વિસ્તારોમાં સવારે વરસાદી પાણી ભરાઈ જતાં લોકોને મુશ્કેલીઓ પડી હતી.

તારાપુરમાં સાડા ત્રણ ઇંચથી નગરની શેરીઓ પાણી પાણી તારપુર તાલુકામાં પણ આ છેલ્લા 36 કલાકના સમયગાળામાં 81 મી.મી., મેઘમહેરથી રિંઝા, મીતલી,ગોલાણા, ઇસરવાડ સહિતના ગામોઅને તારાપુરના નીચાણવાળા વિસ્તારો પાણીમાં તરબોડ થઇ ગયા હતા. જોકે, પાણી માટે વલખાં મારતી ગ્રામ્ય વિસ્તારની પ્રજાએ હાશકારો અનુભવ્યો હતો. તારાપુરમાં વરસાદને પગલે મુખ્ય હાઈવે પર મોટા ગાબડા પડી જતાં ટ્રાફિક જામ થઈ ગયો હતો.

ખંભાત તાલુકામાં ભરપૂર વરસાદથી વોક-વે પાણીમાં
ખંભાત તાલુકામાં છેલ્લા 36 કલાકથી એક ધાર્યો 79 એમ.એમ. વરસાદ ખાબકતા ખંભાત બસ સ્ટેશન, મુખ્ય બજાર સહિત દરિયાકિનારે બનાવેલ વોક-વેમાં પાણી ભરાઇ ગયા હતા. ખડોધી, કલમસર, જહાજ, જલુંધ, મેતપુર, નગરા ,નાનાકલોદરા,દહેડા,ભુવેલ, આખોલ સહિતના ગ્રામ્ય વિસ્તારો સુકાઇ રહેલી ડાંગરના પાકને જીવતદાન મળ્યું છે. સિઝનનો 8 ટકા વરસાદ એક રાતમાં વરસ્યો છે.

પેટલાદમાં પાલિકા પ્રમુખના વિસ્તારમાં પણ પાણી ભરાયાં
પેટલાદ શહેરમાં રવિવાર રાતથી સોમવાર સાંજ સુધીમાં 2 ઇંચ વધુ વરસાદ થયો છે. તેના કારણે પેટલાદ શહેરના નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઇ ગયા હતા. તેમજ વરસાદના પગલે વાતાવરણમાં ઠંડક વ્યાપી ગઇ હતી. ખેડૂતોએ પણ બચેલા પાકની માવજત જોતરાઇ ગયા હતા. પેટલાદના આસપાસના વિસ્તારો સતત ત્રણ દિવસથી અડધાથી એક ઈંચથી વધુ વરસાદ વરસતા મોસમનો 15 ટકા વરસાદ થયો હતો.

આંકલાવ, આણંદ, ઉમરેઠ અને બોરસદમાં અડધાથી દોઢ ઇંચ વરસાદ
તાલુકામાં 24 કલાકમાં હળવાથી ભારે વરસાદી ઝાપટા દોર ચાલુ રહ્યો હતો. તેના કારણે 18 મીમી વરસાદ નોંધાયો છે.આંકલાવમાં 38 મીમી, બોરસદને 41 મીમી, ઉમરેઠમાં 8 મીમી વરસાદ નોંધાયો છે.

આણંદ જિલ્લામાં છેલ્લા ચાર દિવસ નોધાયેલા વરસાદની ટકાવારી

તાલુકો11 સપ્ટે.12 સપ્ટે.13 સપ્ટે.36 કલાકનો
ટકાવારીટકાવારીટકાવારીવરસાદ
આણંદ92.9894.4195.7218મીમી
આંકલાવ53.3353.9454.6738મીમી
બોરસદ57.0658,0461.5841 મીમી
ખંભાત70.9578.5785.2779 મીમી
પેટલાદ62.4763.9569.550 મીમી
સોજીત્રા64.1564.5677.2492 મીમી
તારાપુર57.5657.5666.7881 મીમી
ઉમરેઠ51.1658.6259.0708 મીમી
અન્ય સમાચારો પણ છે...