પોલીસની કાર્યવાહી:આણંદ શાક માર્કેટ પાસે રોડ પર લારીઓ ઊભી રાખનારા 9 દંડાયા

આણંદ2 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • શહેરીજનોને અડચણરૂપ બનતાં દબાણો સામે પોલીસની કાર્યવાહી

આણંદ શહેરમાં મોટી શાક માર્કેટ પાસે રોડ પર લારીઓ ઊભી રાખનારા નવ જણાં વિરૂદ્ઘ પોલીસ દ્વારા દંડાત્મક કાર્યવાહી કરવામાં આવી છે. જેમાં મોઈનખાન ફિરોજખાન પઠાણ (રહે. મહેતાબ સોસાયટી, ઈસ્માઈલનગર), વસીમમીયાં મુસ્તાકમીયાં મલેક (રહે. રાવલી તા. પેટલાદ), અસ્લમમીયાં અહમદાઈ વહોરા (રહે. જુના દાદર), અબ્રરાર ઈકબાલ વહોરા (રહે. સોજીત્રા પરવેઝવાળી પોળ), ટીપુુ યુનુશ વહોરા (રહે. કલાલની પીપળ, પેટલાદ), અલ્ફાઝ મહમદઅલી વહોરા (રહે. રહીમાનગર ભાગ -1 આણંદ), મોઈન મહમદઅલી વહોરા (રહે.ઈસ્માઈલ નગર, સમીર પાન પેલેસની બાજુવાળી ગલી, આણંદ) વિરૂદ્ધ ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી છે.

નોંધનીય છે કે, આણંદ શહેરમાં પોલીસ સ્ટેશનની પાસે આવેલા ટૂંકી ગલી માર્ગ,વીટકોસ બસ સ્ટેન્ડ સામેના વિસ્તારોમાં પણ કેટલાંય ફેરીયાઓ દ્વારા રીતસરની લારીઓ અને વાહનચાલકો દ્વારા આડેધડ પાર્કિંગ કરવામાં આવે છે. જેને કારણે રોડ સાંકળો થઈ જતાં વિસ્તારમાં અવાર-નવાર ટ્રાફિક જામની સમસ્યા સર્જાય છે. પોલીસ દ્વારા શહેરના ભરચક વિસ્તારોમાં પણ આડેધડ થતાં પાર્કિંગ અને લારીધારકો વિરૂદ્ધ કાર્યવાહી કરવામાં આવે તે જરૂરી છે.

અન્ય સમાચારો પણ છે...