તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

કાર્યવાહી:બોરસદઅને દાવોલમાં જુગાર રમતા 9 ઝડપાયા, 53 હજારનો મુદ્દામાલ કબજે કરાયો

આણંદ22 દિવસ પહેલા
  • કૉપી લિંક
પ્રતિકાત્મક તસવીર - Divya Bhaskar
પ્રતિકાત્મક તસવીર

બોરસદ શહેર પોલીસ મથકના માણસોને બોરસદ તોરણાવ માતાના મંદિર પાસે સ્કૂલ નજીક ખુલ્લી જગ્યામાં જુગાર રમતા ક્રુશલભાઇ ઉર્ફે બંટી કમલેશભાઈ ઓઝા, સુનિલભાઈ અજીતભાઈ ગરાસીયા, હિતેશભાઈ નાનજીભાઈ ધોબી, મિનેશભાઈ બબુભાઈ પરમાર, વિપુલકુમાર ઉર્ફે ઢબો સુરેશભાઈ પરમારને જુગાર રમવાના સાધનો, રોકડ રકમ સહિત રૂા. 52,590 ના મુદ્દામાલ સાથે ઝડપી લઇ તમામ વિરુદ્ધ જુગારધારા હેઠળ ગુનો દાખલ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

બોરસદ પોલીસે દાવોલ ગામે જુગાર રમતા વિજયભાઈ ઉર્ફે મહારાજ મગનભાઈ ગોહેલ, ભરતભાઈ ઉર્ફે બુધાભાઈ રણછોડભાઈ ગોહેલ, શંકરકુમાર ગોકળભાઈ ગોહેલ, ભુપેન્દ્રભાઈ બાબુભાઈ ગોહેલને જુગાર રમવાના સાધનો તેમજ રોકડ રકમ સહિત રૂ 3150ના મુદ્દામાલ સાથે ઝડપી પાડી તમામ વિરુદ્ધ જુગારધારા હેઠળ ગુનો દાખલ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...