તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

કાર્યવાહી:નાપાડ, આમરોલ અને કંસારીમાં જુગાર રમતા 9 શખ્સો ઝડપાયા, 4 ફરાર

આણંદ19 દિવસ પહેલા
  • કૉપી લિંક
પ્રતીકાત્મક તસ્વીર - Divya Bhaskar
પ્રતીકાત્મક તસ્વીર
  • પોલીસે કુવ 8,330ના મુદ્દામાલ કબજે કરી કાર્યવાહી હાથ ધરી

આણંદ રૂરલ પોલીસની ટીમે બાતમી મુજબના નાપાડ વાંટા કબ્રસ્તાન પાસે છાપો મારતા પત્તા પાનાનો હાર જીતનો જુગાર રમતા સંજયભાઈ રાઠોડ, રાજનભાઈ રાઠોડ જુગાર રમવાના સાધનો તેમજ રોકડ રકમ સહિત રૂા. 5310ના મુદ્દામાલ સાથે ઝડપાઈ ગયા હતા. જ્યારે પોલીસને જોઈને સમીરખાન રાઠોડ, ખુમાનસીંગ, ફિરોઝખાન નુરમહોમ્મદ અને મનોજખાન રાઠોડ ભાગી છૂટયા હતા.

બીજા બનાવમાં આંકલાવ પોલીસ પેટ્રોલિંગમાં હતી ત્યારે, આમરોલ સામે સરદાર આવાસ સામે ટેકરા ઉપર નહેર નજીક ખુલ્લી જગ્યામાં કરણસિંહ પરમાર બહારથી માણસો ભેગા કરી પત્તા પાનાનો હારજીતનો જુગાર રમી-રમાડે છે. આંકલાવ પોલીસની ટીમે આમરોલ ગામે બાતમી મુજબના સ્થળે છાપો મારી પત્તા પાનાનો હારજીતનો જુગાર રમતા જનકભાઈ રાઠોડ, મહેશભાઈ ચૌહાણ, ધીરૂભાઇ પરમાર અને કરણસિંહ પરમારને જુગાર રમવાના સાધનો તેમજ રોકડ રકમ સહિત રૂા 2810ના મુદ્દામાલ સાથે ઝડપી પાડયા હતા.

ત્રીજા બનાવમાં ખંભાત શહેર પોલીસ ટીમ પેટ્રોલિંગ નીકળી હતી. ત્યારે કંસારી પ્રાથમિક શાળા આગળ ખુલ્લી જગ્યામાં કેટલાક શખ્સો ભેગા મળી પત્તા પાનાનો હારજીતનો જુગાર રમી રહ્યા છે. ખંભાત શહેર પોલીસની ટીમને છાપો મારી હારજીતનો જુગાર રમતા અશ્વિનભાઈ સોલંકી, સમીરભાઈ, અબ્દુલગની ઘાંચી વ્હોરા અને રાજુભાઈ સોલંકીને રોકડ રકમ સહિત રૂા.1210ના મુદ્દામાલ સાથે ઝડપી પાડયા હતા.

અન્ય સમાચારો પણ છે...