તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

કોરોના બેકાબુ:આણંદ જિલ્લામાં કોરોનાની 2000 તરફ કૂચઃ વધુ 9 કેસ

આણંદ4 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • આણંદમાં 6, બોરસદ-ઉમરેઠ-પેટલાદમાં અેક-અેક પોઝિટીવ

આણંદ શહેર સહિત જિલ્લામાં કોરોના સ્થાનિક સંક્રમણની બીજી લહેર દિન-પ્રતિદિન ગંભીર બનતી જાય છે. આમ રવિવારે આણંદ જિલ્લામાં વધુ 9 નવા કેસ નોધાતાં જિલ્લામાં કોરોનાના કેસનો આંક બે હજાર નજીક પોહોંચ્યો છે. આમ રવિવારે આણંદ શહેર સહિત તાલુકામાં 6 , ઉપરાંત ઉમરેઠ, પેટલાદ તેમજ બોરસદમાં અેક -એક પોઝિટીવ કેસ નોધાતં જિલ્લામાં કુલ આંક 1981 પર પહોંચ્યો છે. જ્યારે અત્યાર સુધી 1839 દર્દીઆે કોરોનાને હરાવીને ઘરે પરત ફર્યા છે. આણંદ શહેર સહિત તાલુકામાં કોરોનાનો વ્યાપ દિન-પ્રતિદિન વધતો જઈ રહ્યો છે.

રવિવારે આણંદ શહેરના વૃદાવન સોસાયટીમાં રહેતાં 71 વર્ષના વૃદ્વા, તેમજ ચંદ્વલોક સોસાયટીમાં રહેતાં 75 વર્ષના વૃદ્વા, ઉપરાંત સ્પતર્ષી સોસાયટીમાં રહેતાં 60 વર્ષના વૃદ્વા, ઉપરાંત કરમસદના જૈન દેરાસર પાસે રહેતાં 65 વર્ષના વૃદ્વા, તેમજ પાઠક વાડામાં રહેતાં 42 વર્ષના પુરુષ, ઉપરાંત તુલસીધારા સોસાયટીમાં રહેતાં 51 વર્ષના આધેડ, તેમજ બોરસદ તાલુકાના નિસરાયા ગામે રહેતાં 70 વર્ષના વૃદ્વા, પેટલાદ તાલુકના ચાંગા ગામે જીઈબી કોલોનીમાં રહેતાં 47 વર્ષની મહિલા, તેમજ ઉમરેઠના 79 વર્ષના વૃદ્વને કોરોના પોઝિટીવ કેસ નોધતાં તેઓને સારવાર અર્થે હોસ્પિટલ ખાતે ખસેડાવામાં આવ્યાં હતાં.આમ જિલ્લાનો કુલ આંક 1981 પર પહોંચ્યો છે. હાલ જિલ્લામાં 126 દર્દીઆે સારવાર હેઠળ છે. જેમાં 7 દર્દીઆે ઓક્સિજન ના સપોર્ટમાં છે. જ્યારે 89 દર્દીઆે જિલ્લાની વિવિધ હોસ્પિટલોમાં સારવાર લઈ રહ્યાં છે. જ્યારે 34 દર્દીઆે હોમ આઈશોલેશન પર છે. જ્યારે જિલ્લા બહાર કુલ 03 દર્દીઆે સારવાર લઈ રહ્યાં છે.

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- તમે તમારા કામને નવું સ્વરૂપ આપવા માટે વધારે રચનાત્મક રીત અપનાવશો. આ સમયે શારીરિ રૂપથી પણ તમે પોતાને સ્વસ્થ અનુભવ કરશો. તમારા પ્રિયજનોની મુશ્કેલ સમયમાં તેમની મદદ કરવી તમને સુખ આપશે. નેગેટિ...

    વધુ વાંચો