જૂથ અથડામણ:બોરસદના મોટીશેરડીમાં વરઘોડાની વચ્ચેની કાર કાઢવાની બાબતે બે જૂથો વચ્ચે પથ્થરમારો, મારામારીમાં 9 ઘાયલ

આણંદ2 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • બંને પક્ષોએ સામસામે ફરિયાદ નોંધાવતા પોલીસે તપાસ હાથ ધરી

બોરસદ મોટી શેરડી ગામે ગત 7મી તારીખના રોજ સવારના લગ્નપ્રસંગ નિમિત્તે નીકળેલા વરઘોડા દરમિયાન ચાલી રહેલા ગરબાની વચ્ચેથી કાર કાઢવાના મુદ્દે એક જ કોમના બે જૂથો વચ્ચે હિંસક અથડામણ થવા પામી હતી. જેમાં પાંચને ઈજાઓ થવા પામી હતી. ઉશ્કેરાયેલા ઉપદ્રવીઓએ કારની પણ તોડફોડ કરી વ્યાપક નુકશાન પહોંચાડ્યું હતુ. આ અંગે ભાદરણ પોલીસે બન્ને પક્ષોની ફરિયાદો લઈને ગુનાઓ દાખલ કરી તપાસ હાથ ધરી છે.

ઈન્દિરા કોલોનીમાં રહેતા ફરિયાદી મંજુલાબેન અરવિંદભાઈ મકવાણાએ આપેલી ફરિયાદમાં જણાવ્યું છે કે, ગત 7મી તારીખના રોજ તેઓ સવારના સાતેક વાગ્યાના સુમારે પુત્ર મહેશભાઈ સાથે પોતાની કારમાં ઘાસચારો લઈને પરત જતા હતા ત્યારે દુધની ડેરી પાસે લગ્નપ્રસંગ નિમિત્તે નીકળેલા વરઘોડામાં ગરબા ચાલી રહ્યા હતા. જેથી તેમણે પોતાની કારને સાઈડમાંથી કાઢવાનો પ્રયત્ન કર્યો હતો. પરંતુ જયદિપસિંહ મફતભાઈ ઝાલા મકવાણાએ કારને રોકીને મહેશભાઈ સાથે બોલાચાલી કરી ઝઘડો કર્યો હતો.

આ દરમિયાન જયદિપનું ઉપરાળુ લઈને મીતેશ મફતભાઈ, મહિપત વખતસિંહ, બળવંત તખતસિંહ, જનુ પ્રતાપસિંહ, જયદિપ અશોકભાઈ, ગૌતમ અમરસિંહ, અશોક જબ્બરસિંહ, નરેન્દ્ર ધીરૂભાઈ, સુરપાલ કિરિટસિંહ, યુવરાજ રાજેન્દ્રસિંહ, નિકુંજ રણજીતસિંહ, મુકેશ ગણપતસિહ, મહેશ બળવંતસિંહ, અલ્પેશ નટવરસિંહ અને ધવલ યોગેન્દ્રસિંહ આવી પહોંચ્યા હતા અને કારનો કાચ તોડી ને ધવલે મહેશભાઈને લાફો મારી દીધો હતો.

ત્યારબાદ મહેશભાઈના ઘર આગળ જઈને લાકડાના ઉંડા તેમજ ઈંટોથી કારના કાચ તોડી નાંખીને તલવાર વડે કારની પાછળના ભાગે ઘા મારીને નુકશાન પહોંચાડ્યું હતું. નરેન્દ્રએ પોતાની પાસેનો લાકડાનું ઝુડીયુ મહેશભાઈને મારીને ગડદાપાટુનો માર માર્યો હતો. હસમુખભાઈ વિક્રમભાઈ ચૌહાણ અને રેખાબેન રમેશભાઈ મકવાણાને પણ પથ્થર વાગતા ઈજાઓ થવા પામી હતી.

સામા પક્ષે સુરપાલસિંહ કિરિટસિંહ ઝાલા મકવાણાએ આપેલી ફરિયાદમાં જણાવ્યું છે કે, લગ્નના વરઘોડામાં ગરબા રમતા હતા ત્યારે મહેશ ઉર્ફે શનો ગુલાબસિંહ મકવાણાએ પોતાની ઈકો કાર હોર્ન માર્યાકી વગર ગરબાની વચ્ચેથી સ્પીડમાં કાઢીને યુવરાજસિંહને જમણા પગના ઢીંચણ ઉપર ઈજાઓ પહોંચાડી હતી. ધવલકુમારને તુટેલા કાચથી જમણા હાથના કાંડાના ભાગે ઈજાઓ પહોંચાડતા આ બાબતે ઠપકો કરવા માટે ગયા હતા. જેથી હર્ષદ કિરિટભાઈ, મહેશ ઉર્ફે શનો જગદીશભાઈ ગુલાબસિંહ, ભરત ગુલાબસિંહ, ગણપતભાઈ, સુરેશ દિપસિંહ, દિપસિંહ, સામંત ગિરવતભાઈ, ભરત, ગણપત, ધીરસિંહ, પંકજ લાલસિંહ, રમેશ, અર્જુન કરણભાઈ, રમેશ, ગુલાબસિંહ, સામંતસિંહ, જગદીશભાઈ સરપંચનો ભાણો પપ્પુ, ધવલ રમેશભાઈ, ઘનશ્યામભાઈ ગણપત, જીગ્નેશ રંગિતભાઈ તથા મિતરાજ ગુગાભાઈએ પથ્થરમારો કરતા નિકુંજને ઈજાઓ થવા પામી હતી. સુરપાલસિંહ પરત પોતાના ઘરે જતા હતા. ત્યારે હર્ષદ, ભરતસિંહ અને ઘનશ્યામ શબ્બરસિંહે ગમે તેવી ગાળો બોલીને બોચીના ભાગે ગડદાપાટુનો માર મારીને જાનથી મારી નાંખવાની ધમકી આપી હતી.

અન્ય સમાચારો પણ છે...