પ્રવેશ:RTEના બીજા રાઉન્ડ બાદ 89 બેઠકો ખાલી પડી

આણંદએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • બીજા રાઉન્ડમાં 118 છાત્રોને પ્રવેશ અપાયો

રાઈટ ટુ એજ્યુકેશન અંતર્ગત ધો. 1 માં ખાનગી સ્કૂલોની બેઠકો પર વિના મૂલ્યે પ્રવેશ માટેની પ્રક્રિયામાં બીજો રાઉન્ડ પુર્ણ થઈ ગયો છે. ત્યારે અગાઉના રાઉન્ડમાં એડમિશન નથી મળ્યું તેવા વિધાર્થીઓ આજે છેલ્લા દિવસે શાળા પસંદગી કરી શકશે. જે મુજબ બીજા રાઉન્ડમાં 207 બેઠકોમાંથી 118 વિધાર્થીઓને પ઼વેશ માટે મંજુરી આપવામાં આવી છે. પરંતુ 89 બેઠકો ખાલી પડતી હોવાથી ટુંક સમયમાં બહાર પાડવામાં આવનાર ત્રીજા રાઉન્ડમાં પ્રવેશ પ્રક્રિયા હાથ ધરાશે.

પ્રાપ્ત વિગતો મુજબ આરટીઈ અંતર્ગત આણંદ જીલ્લામાં ખાનગી શાળાઓમાં આર્થિક પછાત અને વંચિત જુથના બાળકોને વિના મૂલ્યે પ્રવેશ આપવા માટે કુલ 1721 બેઠકો ફાળવવામાં આવી હતી. જેમાં પ઼થમ રાઉન્ડમાં 1513 વિધાર્થીઓએ પ઼વેશ મેળવ્યો હતો. ત્યારબાદ બીજા રાઉન્ડમાં 207 બેઠકોમાંથી 29 અરજીઓ વિવિધ કારણોસર રિજેક્ટ કરી બાકીના 118 વિધાર્થીઓને પ઼વેશ આપવામાં આવ્યો હતો. આમ 89 બેઠકો ખાલી પડતી હોવાથી ટુંક સમયમાં વિધાર્થીઓના પ઼વેશ માટે ત્રીજો રાઉન્ડ કરવામાં આવશે તેમ શિક્ષણ વિભાગના સુત્રોએ જણાવ્યું હતુ .

અન્ય સમાચારો પણ છે...