તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

કોરોના અપડેટ:મેના પ્રથમ સપ્તાહ કરતાં જૂનમાં પોઝિટિવ કેસમાં 89% નો ઘટાડો

આણંદ17 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • આણંદ જિલ્લામાં કોરોનાના માત્ર 186 એક્ટિવ કેસ
  • મેના પ્રથમ સપ્તાહમાં 1129 જ્યારે જૂનમાં માત્ર134 કેસ

આણંદ જિલ્લામાં મે માસમાં કોરોના બીજી લહેર પીકપર હતી ત્યારે પ્રથમ સપ્તાહમાં 11 29 પોઝિટીવ કેસ નોંધાયા હતા. તેની સામે માત્ર 758 દર્દીઓ સ્વસ્થ થયા હતા. જયારે જૂનના પ્રથમ સપ્તાહમાં માત્ર134 પોઝિટીવ કેસ નોંધાયા છે.તેની સામે 518 દર્દીઓ સ્વસ્થ થયા છે આમ કોરોના દર્દીઓ કરતાં રીકવકી રડે 400 ટકા ઉંચો નોંધતા હોસ્પિટલો 90 ટકા બેડ ખાલી થયા છે. આ આંકડા વહીવટી તંત્ર દ્વારા પ્રસિધ્ધ કરાતી યાદી મુજબના છે.

આણંદ જિલ્લામાં એપ્રિલ 2020થી માર્ચ 2021માં 12 માસ દરમિયાન માત્ર 3051 પોઝિટીવ કેસ નોંધયાા હતા. જેની સામે એપ્રિલ મેમાં જ 6272 પોઝિટીવ કેસનોંધાયા હતા. જેમાં મેના પ્રથમ સપ્તાહમાં 1129 પોઝિટીવ કેસ નોંધાયા હતા. કોરોના બીજી લહેર આણંદ જિલ્લામાં ઘાતક સ્વરૂપ ધારણ કર્યું હતું. જયારે જૂનમાં કોરોના સંક્રમણની ગતિ 90 ટકા જેટલી મંદપડી ગઇ છે.જેના કારણે પ્રથમ સપ્તાહમાં માત્ર134 પોઝિટીવ કેસ નોંધાયા છે. જયારે 518 દર્દીઓ સ્વસ્થ થયા છે.

આમ કોરોના કેસ કરતાં ચારગણા દર્દીઓ સ્વસ્થ થતાં જિલ્લામાં માત્ર 186 એકટીવ કેસ રહ્યાં છે. જેના કારણે કેટલીક ખાનગી હોસ્પિટલ ઉભા કરવામાં આવેલા કોવિડના બેડને પુન ઃ સામાન્ય દર્દીઓ માટે રૂપાતરી કરવામાં આવ્યા છે. જો કે હાલમાં મ્યુકરમાઈકોસીસના કેસ વધી રહ્યા છે તેને ધ્યાને લઈને આગામી દિવસોમાં આરોગ્ય વિભાગ દ્વારા કરમસદ હોસ્પિટલમાં બેડ તૈયાર કરવાની કામગીરી આરંભી દેવામાં આવી છે.

અન્ય સમાચારો પણ છે...