કોરોના કહેર:આણંદ જિલ્લામાં સોમવારે 88 કોરોના પોઝિટિવ કેસ

આણંદ4 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • સામાન્ય અસર હોવાથી તમામ હોમ આઇસોલેશનમા

આણંદ શહેરમાં રવિવાર બાદ સોમવારે પુન: કોરોના પોઝિટીવના 24 કેસના ઉછાળા સાથે 88 કેસ નોંધાયા છે.તેની સાથે આણંદ જિલ્લામાં એકટીવ કેસની સંખ્યા 693 પર પહોંચી છે. જયારે જિલ્લામાં નવા 4 ઓમિક્રોનના કેસ નોંધાયા છે. આમ અત્યાર સુધીમાં 27 ઓમિક્રોનના કેસ નોંધાયાછે. સોમવારે વધુ 2 દર્દીઓ ઓમિક્રોનમાંથી સ્વસ્થ થયા હતા. હાલમાં ઓમિક્રોનના ચાર દર્દીઓ અમદાવાદની હોસ્પિટલમાં સારવાર હેઠળ છે. જો કે સોમવારે 20 થી 30 વર્ષના 22 લોકો કોરોનાની ઝપેટમાં આવ્યા હતા. 30 થી 40 વર્ષના 18, 40થી 50 વર્ષના 24 લોકો કોરોનાનો ભોગ બન્યા છે.

આણંદ જિલ્લામાં 10 દિવસમાં 759 કોરોના દર્દી નોંધાયા છે. સોમવારે નોંધાયેલા 88 કેસમાંથી એક પણ દર્દીને ભારે અસર ન હોવાથી તમામને હોમ આઇસોલેશનમાં રખાયા છે. આણંદ તાલુકામાં આજે પણ સૌથી વધુ 72 પોઝિટીવ કેસ નોંધાયા છે. જયારે પેટલાદ તાલુકામાં સોમવારે 11 પોઝિટીવ કેસ છે. જયારે ઉમરેઠ શહેર અને તાલુકામાં રેપીડ ટેસ્ટનું પ્રમાણ વધારવામાં આવ્યું છે. આણંદ જિલ્લામાં એક્ટિવ દર્દીઓની સંખ્યા 693 પર પહોંચીછે. જેમાં 45 દર્દીઓ હોસ્પિટલમાં સારવાર હેઠળ છે. જયારે 650 હોમ આઇસોલેશનહેઠળ સારવાર લઇ રહ્યાં છે.

જિલ્લામાં ઓમિક્રોનના બે દર્દી સ્વસ્થ થયા
આણંદ જિલ્લામાં નવા 4 ઓમિક્રોનના દર્દીઓ નોંધતા કુલ 27 કેસ થયા છે. જેમાંથી 23 દર્દીઓ સ્વસ્થ થયા છે. હાલમાં માત્ર ચાર દર્દી સારવાર હેઠળ છે.

​​​​​​​

અન્ય સમાચારો પણ છે...