તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

તંત્ર દ્વારા સર્વે:જિલ્લામાં તંત્ર દ્વારા સર્વે કરાતાં 4 ગામોમાં 87 રેશનકાર્ડ રદ કરાશે

આણંદ3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • ખોટી રીતે અનાજ મેળવતા હોવાની ફરિયાદો ઉઠી હતી

રાજય સરકાર દ્વારા બીપીએલ સહિતના ગરીબી રેખામાં આવતાં તમામ રેશનકાર્ડ ધારકોને પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ અન્ન યોજના અંતર્ગત વિના મુલ્યે અનાજ વિતરણ કરવામાં આવતું હોય છે. આણંદ જિલ્લા પુરવઠા વિભાગ હરકત આવી આણંદ તાલુકાની સેવા સહકારી મંડળીઓને તપાસના આદેશ કરાયા હતા. જેના રીપોર્ટના આધારે જિલ્લામાં 4 જેટલા ગામડાઓમાં 87 જેટલા રેશનકાર્ડ ધારકો ખોટી રીતે ગરીબોનું મફતમાં અનાજ મેળવતા હોવાનું ચોકવનારી વિગતો બહાર આવી હતી.

આણંદ ગ્રામ્ય પુરવઠા વિભાગના સૂત્રોએ જણાવ્યું હતું કે આણંદ જિલ્લાના સસ્તા અનાજની દુકાનોમાં બીપીએલ અને અંત્યોદય ગરીબી રેખા ધરાવતા રેશનકાર્ડ ધારકો એનએફએસએ યોજના હેઠળ વિના મુલ્યે અનાજ આપવામાં આવતું હોય છે. આથી આણંદ તાલુકામાં ઓડ, જીટોડિયા, ચિખોદરા અને સુંદણ ગામમાંથી સેવાસહકારી મંડળીઓ દ્વારા સર્વે મુજબ રીપોર્ટ મોકલવામાં આવ્યો હતો. જેમાં ચોકવનરી માહિતી મુજબ ચિખોદરામાં 12 રેશનકાર્ડ ધારક ,જીટોડિયામાં 12 ઓડમાં 43 અને સુંદણમાં 20 જેટલા રેશનકાર્ડ ધારકોને ગરીબી રેખામાં નહીં આવતાં છતાં મફતનું સરકારી અનાજ લઇ જતાં હતા.

આથી પુરવઠા વિભાગે લાલ આંખ કરીને ગરીબોને મફતમાં અનાજ સગેવગે કરતાં 87 રેશનકાર્ડ ધારકોના કાર્ડ બંધ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવનાર છે. તેમજ જિલ્લામાં આવા રેશનકાર્ડ ધારકોને શોધી કાઢવાની કવાયત હાથ ધરવામાં આવી રહી છે.

અન્ય સમાચારો પણ છે...