કોરોના વીક એન્ડ મૂડમાં:ત્રણ દિવસ સુધી 100 પ્લસ કેસ બાદ શનિવારે 87 પોઝિટિવ

આણંદ5 મહિનો પહેલા
  • કૉપી લિંક
વાતાવરણમાં એકાએક પલ્ટો આવી ગયો હોવાથી કોરોના લહેરની સાથે વાયરલ ફીવર બિમારીએ પણ માથુ ઉંચકયુ છે. ત્યારે બે દિવસથી આણંદ મીની સિવિલ હોસ્પિટલમા દર્દીઓની મોટી સંખ્યામા લાઈનોની કતારો થઈ જાય છે. - Divya Bhaskar
વાતાવરણમાં એકાએક પલ્ટો આવી ગયો હોવાથી કોરોના લહેરની સાથે વાયરલ ફીવર બિમારીએ પણ માથુ ઉંચકયુ છે. ત્યારે બે દિવસથી આણંદ મીની સિવિલ હોસ્પિટલમા દર્દીઓની મોટી સંખ્યામા લાઈનોની કતારો થઈ જાય છે.
  • 66 દર્દી ડિસ્ચાર્જ, 36 દર્દી હોસ્પિટલમાં, 568 એક્ટિવ કેસ, વેન્ટિલેટર પર એક પણ નહીં
  • આણંદ તાલુકામાં 76, પેટલાદમાં 6, બોરસદમાં 3, આંકલાવ અને તારાપુરમાં 1-1 નવો કેસ

આણંદ જિલ્લામાં ત્રણ દિવસથી કોરોનાના 100 થી વધુ કેસ નોંધતા હતા જેમાં શનિવારે થોડી રાહત મળી હતી અને 87 કેસ નોંધાયા હતા.ગઇકાલે શુક્રવારે 133 પોઝિટીવ કેસની સામે શનિવારે આંકડો 87 થયો હતો. આમ લગભગ 35 ટકા જેટલા કેસમાં ઘટાડો થયો હતો. અલબત્ત ઓમિક્રોનના નવા 5 કેસ સાથે કુલ આંક 23 પર પહોંચ્યો છે.

પાંચ દિવસ અગાઉ વિદેશથી આવેલા 5 લોકોનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો જેના જિનોમ ટેસ્ટ કરાયા હતા, જે આજે પોઝિટિવ આવતા ઓમિક્રોનના નવા 5 કેસ વધ્યા છે. એક સપ્તાહમાં કોરોના કુલ કેસ 613 નોંધાયા છે. શનિવાર 66 દર્દીઓ કોરોનામાંથી સ્વસ્થ થયા હતા. જિલ્લામાં સતત ત્રણ દિવસ બાદ 35 ટકા સંક્રમણ ઘટયું છે.

આણંદ જિલ્લામાં છેલ્લા 24 કલાકમાં 2100 થી વધુ આર.ટી.પી.સી.આર ટેસ્ટ કરાયા હતા જેમાંથી 87ના રિપોર્ટ પોઝિટિવ જણાયા છે. કેસ ઘટતા આરોગ્ય તંત્ર સહિત સૌ કોઇ રાહતનો શ્વાસ લીધો છે. આણંદ જિલ્લો રાજયમાં મહાનગરોને બાદ કરતા સૌથી વધુ સ્થાનિક સંક્રમણના કેસ ધરાવે છે. તેના પગલે રાજય સરકાર દ્વારા શનિવારથી રાતના 10 થી સવારના 6 વાગ્યા સુધી કરફ્યૂ લાદવામાં આવ્યો છે. શનિવારે 87કેસ આવતાં કોરોનાકાળથી અત્યાર સુધી કુલ આંક 11060 પોઝિટીવ પર પહોંચ્યો છે. હાલમાં 568 દર્દીઓ સારવાર હેઠળ છે. જેમાંથી 36 દર્દીઓ હોસ્પિટલમાં અને બાકીના હોમ આઇસોલેશનમાં છે.

આણંદ જિલ્લામાં નવા 5 ઓમિક્રોનના કેસ નોંધાયા
આણંદ જિલ્લામાં છેલ્લા એક સપ્તાહમાં મોટી સંખ્યામાં એનઆરઆઇ આવ્યા છે.જેમાંથી કેટલાંક એનઆરઆઇના કોરોના રીપોર્ટ પોઝિટીવ આવ્યા હતા. શનિવારે નવા નોંધાયેલા 5 ઓમિક્રોના કેસ સામે 5 દર્દીઓ સ્વસ્થ થયા છે. આમ જિલ્લામાં ુકલ 18 દર્દીએ ઓમિક્રોનમાંથી સ્વસ્થ થયા છે. જયારે 5 દર્દીઓ સારવાર હેઠળ છે.

અન્ય સમાચારો પણ છે...