ગ્રામ પંચાયતની ચૂંટણી:ખંભાત તાલુકામાં 82.02 % અને સૌથી ઓછું 71.57 % આણંદ તાલુકામાં મતદાન

આણંદએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • આણંદ જિલ્લા ગ્રામ પંચાયતની ચૂંટણીમાં 76.85 ટકા મતદાન થયું, મહિલાઓએ વધુ મતદાન કર્યું

જિલ્લાની 180 ગ્રામ પંચાયતોમાં 178 સરંપચની બેઠક માટે 716 અને 1053 વોર્ડની બેઠકો માટે 2580 ઉમેદવારોનું ભાવિ જિલ્લાના 5.72 લાખ મતદારોએ મતપેટીમાં સીલ કર્યું છે. જેનો ફેંસલો મંગળવાર સાંજ સુધીમાં થઇ જશે. ત્યારે આણંદ જિલ્લાના 8 તાલુકામાં સૌથી વધુ મતદાન ખંભાત તાલુકામાં 82.02 ટકા અને સૌથી ઓછું મતદાન સૌથી શિક્ષિત ગણતા આણંદ તાલુકામાં 71.57 ટકા મતદાન થયું છે. જેને લઇને હાલ તો ગ્રામ્ય વિસ્તારમાં કોને કેટલાં મત મળશે અને કોણ જીતશે તેની ગણતરી ઓટલા બેઠક પર લોકો લગાવી રહ્યાં છે.

આણંદ જિલ્લાની ગ્રામ પંચાયતની ચૂંટણીમાં 78.47 ટકા પુરૂષ અને 75.10 ટકા સ્ત્રી મતદારોએ મતદાન કર્યુ છે.જેમાં પણ સ્ત્રી મતદાન સૌથી વધુ ખંભાત તાલુકામાં 80.52 ટકા થયું છે. જયારે સૌથી ઓછુ મતદાન આણંદ તાલુકામાં 69.65 ટકા થયું છે.

આણંદ જિલ્લાની ગ્રામ પંચાયતોમાં થયેલ મતદાનના આંકડા

તાલુકોસરપંચમતદારોની સંખ્યા

મતદાન કરેલ મતદારોની સંખ્યા

​​​​​​​ટકાવારી
પુરુષસ્ત્રીકુલપુરુષસ્ત્રીકુલપુરુષસ્ત્રીકુલ
આણંદ881038395017253646595847512313472.3969.6571.57
ઉમરેઠ46998447229172037122330227014478.9973.8476.48
બોરસદ9431986321180640739096541413932378.3675.7877.13
આંકલાવ24865232364810120444186083905282.2280.0881.19
પેટલાદ48013445799259236933332237015676.9274.5375.77
સોજીત્રા10286948619772865175071615884.179.1481.72
ખંભાત54 445 4936010380545390397478513783.3780.5282.02
તારાપુર10180176683684815968138662983483.2578.4880.97
કુલ38620935932274553130307626986257293878.4775.176.85

​​​​​​​

અન્ય સમાચારો પણ છે...