બેઠક:આણંદ જિલ્લામાં મતદાર યાદી સુધારણામાં 800 શિક્ષકો જોડાશે

આણંદ18 દિવસ પહેલા
  • કૉપી લિંક

આણંદ જિલ્લામાં મતદાર સુધારણા માટે 14મી નવેમ્બરને રવિવારથી બુથ પર કામગીરી હાથ ધરવામાં આવનાર છે. જેમાં દરેક તાલુકામાંથી શિક્ષકોને બીએલઓની તેમજ બીએલઓ સુપરવાઝર તરીકેની કામગીરી સોંપવામાં આવી છે. ચૂંટણી પંચ દ્વારા દરેક શિક્ષકોને આગામી ત્રણ રવિવાર અને એક શનિવારે હાજર રહેવા જણાવ્યું છે. જે અંગે આણંદ જિલ્લા ચૂંટણી શાખા દ્વારા દરેક તાલુકાના બીએલઓ અને સુપરવાઇઝરની બેઠક યોજીને જરૂરી માર્ગદર્શન આપવામાં આવ્યું છે.

આણંદ જિલ્લામાં કુલ 17.34 લાખ મતદારો અને 18 વર્ષ પુર્ણ કરેલા હોય તેવા યુવક-યુવતીઓ માટે મતદાર યાદી સુધારણા કાર્યક્રમ નવેમ્બર માસની તા. 14, 21, 27 અને 28મીના રોજ સવારે 10.00 થી સાંજના 5.00 વાગ્યા દરમિયાન જિલ્લાની તમામ વિધાનસભા મતદાર વિભાગના તમામ મતદાન મથકે યોજવામાં આવશે. જિલ્લામાં કુલ 1810 મતદાન મથકો છે. જેમાં દરેક તાલુકા મતદાન મથકો દીઠ બીએલઓ અને બીએલઓ સુપરવાઇઝરની નિમણુંક કરવામાં આવી છે.જિલ્લામાંથી 800થી વધુ શિક્ષકો કામગીરીમાં જોડાશે.

અન્ય સમાચારો પણ છે...