તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

અનોખો સંયોગ:આ વર્ષે જન્માષ્ટમીએ દ્વાપર યુગ જેવો સંયોગ, કૃષ્ણજન્મનું વિશેષ મહાત્મય; વ્રત રાખવાથી ત્રણ જન્મના પાપથી મુક્તિ મળે છે

આણંદ18 દિવસ પહેલા
  • કૉપી લિંક
ડાકોરના ઠાકોરની તસવીર - Divya Bhaskar
ડાકોરના ઠાકોરની તસવીર
  • આણંદ -ખેડા જિલ્લામાં કૃષ્ણજન્મોત્સવ નિમિત્તે ગામેગામ વિશેષ પૂજા પાઠ કરાશે

30મી ઓગસ્ટના રોજ ગોકુળ આઠમનો તહેવાર છે. આ વર્ષે વિશેષ સંયોગ બન્યો છે.હિન્દુ પંચાગ અનુસાર 8 વર્ષ બાદ આવા સંજોગો બની રહ્યા છે. એવું માનવામાં આવે છે કે ભગવાન શ્રી કૃષ્ણનો જન્મ ભદ્ર, કૃષ્ણ અષ્ટમી તિથી, બુધવાર રોહિણી નક્ષત્ર તેમજ વૃષભ રાશિમાં મધ્ય રાત્રીએ થયો હતો. આ સંયોગમાં વ્રત રાખવાથી મનુષ્યને ત્રણ જન્મના પાપોમાંથી મુકિત મળે છે. યજ્ઞાચાર્યજી જગદીશભાઇ ઉપાધ્યાયનાજણાવ્યા અનુસાર આ વર્ષે 30 ઓગસ્ટના રોજ જન્માષ્ટમી પર આઠ વર્ષ પછી દ્વાપર જેવા સંયોગ બની રહ્યાં છે. જે અતિ દુર્લભ મનવામાં આવે છે. આણંદ શહેર સહિત જિલ્લામાં વિશેષ જન્માષ્ટમી પર્વની ઉજવણી માટે ગામે ગામ પૂરજોષમાં તૈયારીઓ ચાલી રહી છે.

આણંદ -વિદ્યાનગર મંદિરોમાં જન્મોત્સવ ઉજવણી કરાશે
આણંદ બેઠક મંદિરમાં વર્ષોની પરંપરા મુજબ ચાલુવર્ષે લોકમેળો નહીં યોજવાનો નિર્ણય કર્યો છે. પરંતુ સોશિયલ ડિસ્ટન સાથે બેઠક મંદિરમાં શ્રી કૃષ્ણ જન્મોત્સવ નિમિતે મંગળા દર્શન, શુંગાર દર્શન,રાજભોગ દર્શન, શ્રીકૃષ્ણ જન્મોત્સવના પંચામૃતના દર્શન યોજાશે. ત્યારબાદ નંદ મહોત્સવ અને શયન દર્શન સરકારની ગાઇડ લાઇન મુજબ કાર્યક્રમો યોજવામાં આવનાર છે.વિદ્યાનગર ઇસ્કોન મંદિરમાંસવારે 8 કલાકે જન્માષ્ટમી પર વિશેષ પ્રવચન, રાજભોગ તેમજ અભિષેક, શયન દર્શન સહિત રાત્રિના એક વાગ્યા સુધી દર્શન માટે મંદિર ખુલ્લા રાખવામાં આવશે.આણંદ રાધા કૃષ્ણ મંદિરનાસવારે 7 કલાકે આરતી, શણગાર આરતી, મધ્યાહન આરતી તેમજ રાત્રિના 8 કલાકે ભજન કિર્તનનું આયોજન કરવામાં આવેલ છે.

જન્માષ્ટમીએ વ્રત રાખનારને ત્રણ જન્મના પાપોમાંથી મુકિત મળે
શ્રીમદ ભાગવત અનુસાર ભગવાન કૃષ્ણનો જન્મ ભાદ્ર કૃષ્ણ અષ્ટમી બુધવાર રોહિણી નક્ષત્ર તેમજ વૃષભ રાશિમાં મધ્યરાત્રીએ થયો હતો. ત્યારે ભુદેવએ વધુમાં જણાવ્યું હતું કે, શાસ્ત્રોમાં કહ્યું છે કે જન્માષ્ટમીએ છ તત્વોનું એક સાથે મિલન દુર્લભ માનવામાં આવે છે. આ 6 તત્વો કૃષ્ણ પક્ષ,અર્ધ રાત્રી કાલીન અષ્ટમી તિથિ,ભાદ્ર, રોહિણી નક્ષત્ર, વૃષભ રાશિમાં ચંદ્ર તેમજ સોમવાર કે બુધવારનો દિન હોવો શુભ ગણાય છે. આ વખતે એવો સંયોગ રચાયો છે.

આ વખતની જન્માષ્ટમી ઉત્તમ
સોમવારે વહેલી સવારથી રાત્રિના 2-00 વાગ્યા સુધી આઠમ છે. એ જ રાત્રીથી નવમ પણ શરૂ થઇ જશે. વૃષભ રાશિમાં ચંદ્રમાં છે. આ સંયોગ સાથે રોહિણી નક્ષત્ર પણ 30 ઓગસ્ટના રોજ છે. ધાર્મિક વિષયના તજજ્ઞો આ વર્ષની જન્માષ્ટમીને વધુ ઉત્તમ ગણી રહ્યા છે. આ દિવસે ભગવાન કૃષ્ણના વિવિધ સ્વરૂપોની આરાધના કરવામાં આવે છે. કૃષ્ણભગવાનની કૃપા ભક્તો રહે છે. શાસ્ત્રોમાં ઉલ્લેખ છે કે, ભગવાન કૃષ્ણની પૂજા કરવાથી દીનદુખીયાની આજીજી સાંભળીને ભગવાન તેમના પ્રશ્નોનું નિરાકરણ લાવે છે.