તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ગુજરાતમાં ચોમાસુ જામ્યું:આણંદમાં 8, વડાલી 6, સુરતમાં 5 ઇંચ વરસાદ, ગુજરાત-યુપીના 3 જિલ્લામાં 6 દિવસ, 4 રાજ્યમાં વરસાદ પડ્યો

આણંદ3 મહિનો પહેલા
  • કૉપી લિંક

રાજ્યમાં ચોમાસાનો વિધિવત પ્રારંભ થતાંની સાથે જ સાર્વત્રિક વરસાદ પડ્યો છે. છેલ્લા બે દિવસથી રાજ્યના મોટાભાગના વિસ્તારમાં હળવાથી સામાન્ય વરસાદ નોંધાયો છે. શુક્રવારે સવારે 6 વાગ્યાથી રાત્રિના 8 વાગ્યા સુધીના 14 કલાકમાં 100થી વધુ તાલુકામાં વરસાદી માહોલ જોવા મળ્યો હતો. 54 તાલુકામાં આ સમય દરમિયાન 1થી 8 ઇંચ સુધીનો વરસાદ પડ્યો છે. દરમિયાનમાં ચાલુ વરસાદે ભચાઉમાં 4.2નો ભૂકંપ નોંધાયો હતો.

આણંદમાં 4 કલાકમાં 8 ઇંચ વરસાદ ખાબકતાં નવા બસ સ્ટેશનનો વિસ્તાર જળબંબાકાર થઈ ગયો હતો.
આણંદમાં 4 કલાકમાં 8 ઇંચ વરસાદ ખાબકતાં નવા બસ સ્ટેશનનો વિસ્તાર જળબંબાકાર થઈ ગયો હતો.

આ સમયમાં સૌથી વધુ આણંદમાં 8 ઇંચ વરસાદ નોંધાયો છે જ્યારે સાબરકાંઠાના વડાલીમાં 6 ઇંચ, ખંભાળીયામાં 5 ઇંચ, સુરતના ચોર્યાસીમાં 5 ઇંચ વરસાદ પડ્યો છે. હવામાન ખાતા દ્વારા આગામી સમય દરમિયાન રાજ્યમાં અનેક વિસ્તારોમાં હળવાથી સામાન્ય વરસાદની આગાહી કરવામાં આવી છે.

પાટણમાં 2.5 ઇંચ વરસાદને પગલે મામલતદાર કચેરી વિસ્તારમાં આવેલી સોસાયટીઓમાં પાણી ભરાઈ જતાં બાળકોએ મજા માણી હતી.
પાટણમાં 2.5 ઇંચ વરસાદને પગલે મામલતદાર કચેરી વિસ્તારમાં આવેલી સોસાયટીઓમાં પાણી ભરાઈ જતાં બાળકોએ મજા માણી હતી.

રાજ્યમાં સતત બીજા વર્ષે ચોમાસુ સારૂ જવાના અણસાર હોય તેમ ચોમાસાની શરૂઆતમાં જ સારો વરસાદ પડી રહ્યો છે. શુક્રવારે સવારે 8 વાગ્યાની સ્થિતિએ રાજ્યમાં અત્યારસુધીનો સરેરાશ 32.83 એમએમ વરસાદ પડ્યો છે જે સરેરાશ 3.91 ટકા જેટલો થવા જાય છે. એકમાત્ર કચ્છ ઝોનમાં સામાન્ય વરસાદને બાદ કરતા ઉત્તર ગુજરાત ઝોનમાં સરેરાશ 3.40 ટકા, મધ્ય પૂર્વ ઝોનમાં 3.96 ટકા, સૌરાષ્ટ્ર ઝોનમાં 3.01 ટકા જ્યારે દક્ષિણ ગુજરાત ઝોનમાં સૌથી વધુ 4.86 ટકા સરેરાશ વરસાદ નોંધાયો છે.

ક્યાં કેટલો વરસાદ

આણંદ8 ઇંચ
વડાલી6 ઇંચ
ખંભાળીયા5 ઇંચ
ચોર્યાસી5 ઇંચ
સુરત સિટી5 ઇંચ
ઉમરગામ4 ઇંચ
ઓલપાડ4 ઇંચ
મહેસાણા4 ઇંચ
બરવાળા4 ઇંચ
સરસ્વતી3.5 ઇંચ
જલાલપોર3.5 ઇંચ
સુરેન્દ્રનગર3.5 ઇંચ
નવસારી3.5 ઇંચ
રાધનપુર3 ઇંચ
વડગામ3 ઇંચ
જૂનાગઢ2 ઇંચ

ચોમાસુ 3 જૂને પ્રવાસ કરી ચૂક્યું હતું પરંતુ પશ્ચિમી પવને આગળ વધતું રોક્યું

દેશના 80 ટકા હિસ્સામાં ચોમાસુ 12 જૂને પહોંચી ગયું હતું પરંતુ યુપીના સહરાનપુર, પીલીભીત અને ગુજરાતના સુરત જિલ્લામાં ચોમાસુ પવનો 6 દિવસ અટકી ગયા હતા. આ કારણે રાજસ્થાન, હરિયાણા, પંજાબ અને દિલ્હીમાં વરસાદ મોટો શરૂ થયો. તેનું કારણ પશ્ચિમી પવન હતા જે ચોમાસુ પવનથી વિપરીત દિશામાં વહી રહ્યાં હતા. બંને તરફના પવન વચ્ચે 6 દિવસ ટક્કર ચાલી અને શુક્રવારે તે ધીમી પડતાં ચોમાસુ પોતાના રસ્તે આગળ વધ્યું. હકીકતમાં દેશમાં ચોમાસુ 3 જૂને પ્રવેશ કરી ચૂક્યું હતું. ચોમાસુ અટક્યું ના હોત તો 13 કે 14 દિવસમાં સમગ્ર દેશમાં છવાઈ જાત અને એક વિક્રમ થયો હોત.

અન્ય સમાચારો પણ છે...